રાજકોટ,તા.15
અમરનાથ શેરીમાં હજારો માણસોની વચ્ચે ચા ના ધંધાર્થીને ત્યાં માતાજીના માંડવામાં દર્શન કરી ભક્ત બની આવેલ તસ્કર રૂ.1.73 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે એક શખ્સને સકંજામાં લઈ સઘન પૂછતાછ આદરી હતી.
બનાવ અંગે અમરનગર-1 શેરી નં-3 અમરનાથ મહાદેવ મંદિરની સામે રહેતાં જતીનભાઈ રમેશભાઈ ઓળકીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગોંડલ રોડ વૈદવાડી-1 ખાતે ચામુંડા ટી-સ્ટોલ નામની ચા ની હોટલ આવેલ છે. ઘરમાં બેડરૂમમાં અંદર લોખંડનો કબાટ રાખેલ છે અને તેઓ કબાટની ચાવી બહાર જઈએ ત્યારે બેડરૂમમા ગોદડાની નીચે રાખે છે.
ગઇ તા.08 ની રાત્રે ઘરે ચામુંડા માતાજી તથા મહાકાળી માતાજીનો માંડવો હતો જેથી ઘરે મહેમાનોની અવર-જવર ચાલુ હોય અને ઘરના દરવાજા ખુલ્લા હતા. રાત્રીના આશરે 12 વાગ્યાની આસપાસ બેડરૂમમાં અંદર રહેલ લોખંડનો કબાટ સુરક્ષિત જોયેલ હતો અને રાત્રીના 12:55 વાગ્યાની આસપાસ પત્નિ સોનલનો કોલ આવેલ કે, આપડા ઘરમાં કબાટનો દરવાજો ખુલ્લો છે અને ઘરમા બધુ વેર વિખેર પડ્યું છે.
તમો જલ્દી ઘરે આવો જેથી તેઓ તરત જ ઘરે ગયેલ અને જોયુ તો બેડરૂમમાં અંદર રહેલ લોખંડના કબાટનો દરવાજો ખુલ્લો હતો. આ કબાટની તિજોરીના ખાનામાં જોતા સામાન વેરવિખેર પડેલ હતો અને કોઇએ બળ પ્રયોગથી ખોલેલ હોય તેવુ લાગેલ હતુ.
તીજોરીમાં રાખેલ બે જોડ સોનાની બુટી, એક રુદ્રાક્ષનો સોનાનો પારો, એક સોનાનો દાણો, એક સોનાનું પેન્ડલ, બે જોડ સોનાની ભાલી, એક ચાંદીની લક્કી, એક ચાંદીનું નારીયેલ, એક ચાંદીનો સીક્કો મળી કુલ રૂ.1,73,300 ના સોના-ચાંદી ના ઘરેણા તથા રૂ.2 હજાર રોકડા જોવામા આવેલ ન હતાં. જેથી કોઈ અજાણ્યો ચોર ઘરમાં ઘુસી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપીયાની ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓએ બાદમાં બાજુમાં આવેલ કારખાનાના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક શખ્સ ઘરમાંથી ચોરી કરી નીકળતો હોય તેવું સામે આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તસ્કરને સકંજામાં લઈ સઘન પૂછતાછ આદરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy