કુવાડવા રોડ પરના ક્રોમા શો-રૂમમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયો લેપટોપ ચોરી નાસી છૂટ્યો

Crime | Rajkot | 30 April, 2025 | 03:55 PM
તસ્કર સીસીટીવીમાં કેદ: બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.30
કુવાડવા રોડ પરના ક્રોમા શો-રૂમમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયો લેપટોપ ચોરી નાસી છૂટતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે સાધુ વાસવાણી રોડ પર આલાપગ્રીન સીટી પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા સુમિતકુમાર રમેશભાઇ ચલ્લા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ  કુવાડવા રોડ, ડી-માર્ટ મોલ પાસે આવેલ ક્રોમા એન્ટરપ્રાઇઝમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

આ સ્ટોરમાં અલગ અલગ કંપનીના મોબાઇલ, લેપટોપ, ટીવી, વોશીંગ મશીન વગેરે ઇલેક્ટ્રોનીક વસ્તુઓનું વેચાણ થાય છે. આ સ્ટોરમાં લોકો પોતાની રીતે વસ્તુઓ જોઈ ખરીદી કરે છે. ક્રોમા એન્ટરપ્રાઇઝમાં અલગ અલગ શીપમાં અલગ અલગ ફ્લોર પર કર્મચારીઓ કામ કરતાં હોય છે.

ગઈ તા.24 ના ક્રોમા એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રોનીક સ્ટોરમાં સ્ટોક ઓડીટ કરવા કંપનીના કર્મચારીઓ આવેલ આ દરમ્યાન બપોરના સમયે એપલ કંપનીના બ્રાન્ડ સ્ટાફ તરીકે કામ કરતાં કર્મચારી પ્રતીકભાઈ જોષીએ જણાવેલ કે તા. 23 ના તેઓએ એપલ કંપનીનું મેકબુક પ્રો.14 લેપટોપ  એપલના ટેબલ પર અપડેટ કરવા માટે રાખેલ હતુ. લેપટોપ પર સિક્યુરેટી લગાડેલ ન હતી, જે હાલ તપાસ કરતાં જોવામાં આવતુ નથી.

જે બાદ ફરિયાદી અને સ્ટાફે લેપટોપની સ્ટોરમાં તપાસ કરતાં મળી આવેલ ન હોય જેથી સ્ટોરમાં રહેલ સીસીટીવી કેમેરા ચેક કરતાં ગઇ તા.23 ના  દોઢેક વાગ્યાની આસપાસ સ્ટાફ અલગ અલગ કામમાં રોકાયેલ હતો અને એક અજાણ્યો શખ્સ ખરીદી કરવાના ઈરાદે સ્ટોરમાં પ્રવેશ કરી લેપટોપ પોતાના પેન્ટના નેફામાં નાખી ચોરી કરતો જોવામાં આવેલ હતો.

જેથી અજાણ્યો શખ્સ ક્રોમા એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રોનીક સ્ટોરમાં પ્રવેશ કરી કર્મચારીઓની નજર ચુકવી રૂ.1.47 લાખનું એપલ કંપનીનું લેપટોપ ચોરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ આદરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj