પાણશીણા નજીક બે ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત

Local | Surendaranagar | 15 May, 2024 | 12:59 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.15
લીંબડી-અમદાવાદ હાઈ-વે પર પાણશીણા પોલીસ ચેક પોસ્ટ પાસે ધીમી ગતિએ ચાલી રહેલા ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાછળ ઘૂસી ગયેલા ટ્રક ચાલકનું મોત થયું હતું. ક્લિનરને ઈજા પહોંચી હતી.

ઘાયલને સારવાર અને મૃતકને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. ગીર સોમનાથ, વેરાવળ તાલુકાના ઉમરાળા ગામના હિરાભાઈ મેઘાભાઈ ચાંપડા 12 ટાયરવાળા ટ્રકમાં ગોધરાથી મોટા લાકડા ભરીને માંગરોળ જવા નીકળ્યા હતા. મંગળવારની રાતથી બુધવારની વહેલી સવાર સુધીમાં તેમનો ટ્રક પાણશીણા પોલીસ ચેક પોસ્ટ પાસે પહોંચ્યો હતો.

ચેક પોસ્ટ ઉપર વાહનો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. એટલામાં પાછળથી પૂરઝડપે આવતી ટ્રક હીરાભાઈની ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા વાહનચાલકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ટ્રકમાંથી ચાલક અને કલીનરને બહાર કાઢી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે ગંભીર રીતે ઘવાયેલા મહુધા તાલુકાના રૂપપુરા ગામના ટ્રક ચાલક પ્રહલાદભાઈ સુરાભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેર, જીનપરા શેરીમાં રહેતા કલીનર હકાભાઈ ચકાભાઈ ગમારા સારવાર હેઠળ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj