80 વર્ષના દાદીનો અનોખો અવતાર : ‘જય માતાજી લેટસ રોક’ ના ટ્રેલરે મચાવી ધમાલ!

Entertainment, Gujarat | 21 April, 2025 | 11:40 AM
મલ્હાર ઠાકર અને ટીકુ તલસાણીયા સહિતની સ્ટારકાસ્ટ સાથે હાસ્ય અને લાગણીઓથી ભરપૂર થાળી
સાંજ સમાચાર

અમદાવાદ : આવનારી ફિલ્મ "જય માતાજી લેટસ રોક" ની રિલીઝ ડેટ જાહેર થઇ ત્યારથી જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણીયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્હેરકર અને વ્યોમા નાંદી જેવા  અવ્વલ કક્ષાના કલાકારોની મુખ્ય ભૂમિકા દર્શાવતી 9 મે, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. ઉલ્લેખનીય છે કે માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું, જેણે દર્શકોમાં સારો બઝ ક્રિએટ કર્યો. નનફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ એન અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે.

આ મજેદાર કોમેડી- ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર્સ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જેએચ શાહ  નિર્મિત તથા અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લિખિત છે. ઉપરાંત, આ ફિલ્મના એસોશિએટ પ્રોડ્યુસર અનિરુદ્ધ સિંહ રહેવર છે.

ઉત્કર્ષ મઝુમદાર, આર્યન પ્રજાપતિ, શિલ્પા ઠાકર વગેરે કલાકારો પણ આ ફિલ્મમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે. આ ફિલ્મનું મ્યુઝિક અચિંત ઠક્કર ન(ગોતીલો ફેમ) અને અજય જયંતિ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મના ગીતોના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખાયા છે.

ટ્રેલર જોતાં ખ્યાલ આવે છે કે, આ ફિલ્મમાં 80 વર્ષના દાદીની અનોખી સફર છે , જેમનું  શાંત અને સરળ જીવન એક સરકારી યોજનાના કારણે અચાનક ઉથલપાથલ થઈ જાય છે.

ફિલ્મ હાસ્યથી ભરપૂર હોવા છતાં સમાજમાં વૃદ્ધજનોના સ્થાન, નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્ત્વતા પર એક તીખો સામાજિક વ્યંગ પણ છે. જેને ડિરેક્ટર મનીષ સૈની દ્વારા અદભુત શૈલી માં રજુ કરવામાં આવી છે. 

"એક 80 વર્ષની દાદી, પણ એ સામાન્ય દાદી નથી! તે જિંદગી પોતાની શરતો પર જીવવા તૈયાર છે. નગુજરાતી સિનેમામાં પારિવારિક હાસ્ય અને અર્થસભર સંદેશ લઈને આવી રહેલી ફિલ્મ ’જય માતાજી લેટસ રોક’ - 9 મે, 2025થી તમારા નજીકના સિનેમાઘરોમાં.”

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj