મોરબી નજીક સમાધાન કરવા ગયેલા યુવાનને માર મારવાના ગુનામાં હવે મહિલા આરોપીની ધરપકડ

Local | Morbi | 11 June, 2024 | 02:43 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.11
મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનામાં મામાના દીકરાને થયેલ ઝઘડાનું સમાધાન કરવા માટે ગયેલા યુવાન ઉપર મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ ધોકા વડે માર માર્યો હતો જે ગુનામાં પહેલા બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ કાર્બો લેન્ડ કારખાનામાં રહેતા ઘનશ્યામભાઈ રતનભાઇ ડામોર જાતે આદિવાસી (24)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રિષ્નાપાલ તેમજ કૃષ્ણપાલના પત્ની અને મોહિત નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના મામાના દીકરા મહેશને કારખાનામાં ઝઘડો થયેલ હતો જે બાબતનું સમાધાન કરવા માટે થઈને તે ગયો હતો.

દરમિયાન ત્રણેય આરોપીઓ દ્વારા તેને ગાળો આપવામાં આવી હતી અને આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કરીને તેને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ફરિયાદી યુવાનને માથામાં અને શરીરને ઇજાઓ થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પહેલા પોલીસે આરોપી કૃષ્ણકાંત લાલસિંહ મીણા અને મોહિત ગોવિંદસિંહ મીણાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે મહિલા આરોપી સુષ્માબેન કૃષ્ણપાલ મીણા (21) રહે કાર્બોલેન્ડ કોલના લેબર ક્વાર્ટરમાં ટિંબડી  તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસે રહેતા રણજીતભાઈ રસિકભાઈ હમીરપરા (25) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કે.કે. સ્ટીલ પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કાદવમાં બાઈક સ્લીપ થવાના કારણે તે યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ પાવડીયારી નજીક અને મજૂરી કામ કરતા યોગેશ દત્ત ખંડે (24) અને ગણેશ દત્ત ખંડે (23) નામના બે યુવાનોને મારા મારીમાં ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj