(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.16
બાંટવા દેવળીનાં યુવકે દોઢેક કરોડ રૂપિયા ઉઘરાણીનાં ફસાઈ જતાં આત્મહત્યા કરી હતી.વડિયા તાલુકાના બાંટવા દેવળી ગામે રહેતા નિલેશભાઇ હરીભાઇ ડોબરીયા નામના ખેડુતના કૌટુંબિક ભત્રીજા મેહુલભાઇ ઉર્ફે ડાયો મનસુખભાઇ ડોબરીયા નામના 3ર વર્ષિય વેપારી યુવક રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા હોય અને પોતાના ધંધાની આર્થિક લેતી દેતીના વહીવટમાં તેઓએ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા આરોપી ભીખાલાલ વેલજીભાઇ સાકરીયાને રોકડા રૂપિયા 80 થી 90 લાખ આપેલ હતા. તેમજ મોરબી જિલ્લાના હળવદ ગામે રહેતા આરોપી સંજયભાઇ સાંકરીયાને પણ રોકડા રૂપિયા 60 થી 70 લાખ આપેલ હતા.
ત્યારે મેહુલભાઇ ઉર્ફે ડાયો મનસુખભાઇ ડોબરીયાને પોતાના ધંધામાં આર્થીક નુકશાની થયેલ હોય. જેથી વેપારી યુવકે અન્ય ખેડુતોને વ્યવહારિક રૂપિયાની ચુકવણી કરવાની થતી હોય જેથી વેપારી યુવકે આ બંને આરોપીઓ પાસે પોતે અગાઉ આપેલ પોતાના રૂપિયાની અવાર નવાર ઉઘરાણી કરતા હોય પરંતુ બન્ને આરોપીઓ વેપારી યુવકને પૈસા પરત આપતા ન હોય અને ખોટા વાયદા કરી અને વેપારી યુવકને વધુ રૂપિયા આપવાની લાલચ આપી તે રૂપિયા પરત આપવા માટે ગલ્લા તલ્લા કરતા હોય અને ધંધાની આર્થિક લેતી દેતીના રૂપિયા આ બંને આરોપીઓ ઓળવી જઇ અને આપેલ રૂપિયા પરત ના આપી અને આ બંને આરોપીઓએ સમાન ઇરાદો પાર પડેલ હોય.
જેના કારણે આ વેપારી યુવક મેહુલભાઇ ઉર્ફે ડાયો મનસુખભાઇ ડોબરીયા આર્થિક ભીંસમાં આવી જતા અને તેમને આ બંને આરોપીઓએ મરવા મજબુર કરી દેતા ગત તા. 13ના રોજ સાંજે પ વાગ્યા પહેલા કોઇપણ સમયે વડિયા તાલુકાના બાંટવા દેવળી ગામે ચારણીયા ગામના માર્ગે આવેલ મનસુખભાઇ ડોબરીયાની વાડીએ પોતે પોતાની મેળે પ્રથમ સેલ્ફોસ ઝેરી પાવડર પી લીધેલ હતો અને ત્યાર બાદ ખેતરમાં આવેલ કુવામાં પડી જઇ આપધાત કરી લેતાં આ બનાવમાં મૃતક વેપારી યુવકના કૌટુંબિક કાકા નિલેશભાઇ હરીભાઇ ડોબરીયાએ બંને આરોપી સામેપોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy