ક્રિકેટ એપ.ના સટ્ટામાં મોરબી પંથકના યુવાનને ફસાવી અપહરણ: ચારની શોધખોળ

Crime | Morbi | 16 May, 2025 | 11:40 AM
યુવાધનને ફસાવતા પ્રચારથી ચેતવતો વધુ એક કિસ્સો: લેણા રૂપિયા મેળવવા વધુ રૂપિયાનો જુગાર રમવો પડ્યો: અંતે આરોપીઓ બાઇકમાં ઉપાડી ગયા: શોધખોળ થતા મુક્ત કર્યો
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.16
મોરબીના ખેવારિયા ગામના યુવાનને ક્રિકેટના સટ્ટામાં ફસાવ્યો હતો અને તે ત્રણ લાખ રૂપિયા હારી ગયેલ છે તેવું કહીને તેની પાસેથી રૂપિયા પડાવવા ફોન ઉપર ધમકીઓ આપવામાં આવતી હતી. અને ત્યાર બાદ મોરબીના બાયપાસ રોડ ઉપર થી ચાર શખ્સો દ્વારા તે યુવાનનું એક્ટિવા ઉપર અપહરણ કરવામાં આવ્યું હતું અને જો કે, યુવાને તેના કાકાને અપહરણનો ફોન કર્યો હતો ત્યાર બાદ તેના ઉપર પરિવારના ફોન આવવા લાગતાં આરોપીઓ તેને જેલ રોડે છોડીને ભાગી ગયા હતા.

હાલમાં યુવાને ચાર શખ્સો સામે મોરબી એ ડિવિઝન ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ ખેવારિયા ગામે રહેતા અને શનાળા રોડે આવેલ વિનાયક હોન્ડા શોરૂમમાં કામ કરતા વંશ મહેશભાઈ ઉભડિયા (19)એ હાલમાં મહેશ ઉર્ફે રાહુલ રામભાઇ ડાંગર, શિવમ બાબુભાઇ જારીયા, દિવ્યેશ રમેશભાઈ ડાંગર રહે, ત્રણેય ટંકારા વાળા અને એક અજાણ્યો માણસ આમ કુલ મળીને ચાર વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં જણાવ્યુ છેકે, આરોપી શિવમ જારીયા ફરિયાદી પાસે બેસવા માટે આવતો હતો અને ત્યારે તેને ફરિયાદીને તું ક્રિકેટ ગુરુ એપ્લિકેશનનો ઉપયોગ કર હાલમાં આઈપીએલ 20-20 ચાલુ છે તેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય ન થાય ના મેસેજ મારામાં નાખજે જેથી હું મારા મિત્ર મહેશ ડાંગરને આ સોદા તેના મોબાઈલમાં નાખી દઈશ અને જેટલી હાર જીતના રૂપિયાનો હિસાબ થશે તે દર સોમવારે કરશું. તેવું કહ્યું હતું. જેથી ફરિયાદી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને શિવમ જારીયાને રન થાય ન થાય તેના સોદા વ્હોટ્સએપમાં નાખતો હતો અને અને ફરિયાદીને શિવમ જારીયા પાસેથી 1.10 લાખ લેવાના હતા
જો કે, શિવમ જારિયાએ ફરિયાદીને કહ્યું હતું કે, આ રૂપિયા જોતા હોય તો 50,000 રૂપિયા ઉપરના સોદા નાખવા પડશે. જેથી ફરિયાદીએ તે મુજબના સોદા નાખ્યા હતા અને ત્યાર બાદ હિસાબ કરતા આરોપીએ કહ્યું હતું કે, તું 40 હજાર રૂપિયા હારી ગયેલ છે તારે માટે 40 હજાર  આપવા પડશે. જેથી ફરિયાદી તેની પાસે રૂપિયા નથી તેવું કહ્યું હતું.

ત્યારે શિવમ જારીયાએ તેના મિત્ર રાહુલ ડાંગર સાથે ફોનમાં વાત કરાવી હતી અને ત્યાર બાદ રાહુલ ડાંગર ગાળો આપીને રૂપિયા આપવા માટે શોરૂમેથી ઉપાડી જવાની ધમકી આપતો હતો જેથી શિવમ જારીયાના ફોનમાં જુદીજુઈડ તારીખે કુલ મળીને 19 હજાર રૂપિયા ગૂગલ પે કર્યા હતા અને રોકડા 20 હજાર આપ્યા હતા ત્યાર બાદ ફરિયાદી અને ઇન્ટરનેશનલ મેચ ઉપર રન માટેના સોદા આરોપીના ફોનમાં નાખ્યા હતા.

શિવમ જારીયાએ ફરિયાદીને કહ્યું હતું કે, તું અમારી પાસે ત્રણ લાખ રૂપિયા હારી ગયેલ છો જેથી ફરિયાદીએ કહેલ કે તેની પાસે આટલા રૂપિયા નથી. જેથી ફરિયાદીને તા 11 મે ના સાંજે શિવમ જારીયા તથા મહેશ ડાંગરના મોબાઈલમાંથી ધમકીના ફોન આવ્યા હતા અને બંને આરોપીઓએ ફરિયાદીને તારે રૂપિયા આપવા પડશે નહીં તો તને ઉપાડી લઈશું તેવું કહીને ગાળો બોલી ધમકી આપી હતી.

જેથી તે બંનેના નંબર ફરિયાદીએ બ્લોકમાં નાખી દીધા હતા. ત્યાર બાદ ગુરુવારે ફરિયાદી અને તેનો મિત્ર મનોજ મૂછડિયા બંને બપોરના સમયે જુદાજુદા વાહનમાં કંડલા બાઇપાસ રોડે ધ્રુવ હોસ્પિટલ પાસે હતા.

ત્યારે ત્યાં મહેશ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર તથા એક અજાણ્યા માણસ બે મોટર સાયકલ લઈને આવ્યા હતા અને ચારેય શખ્સોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તું આ રાહુલ ઉર્ફે મહેશ ડાંગર સાથે તારા એકટીવામાં બેસીજા ત્યારબાદ આરોપી મહેશ ડાંગરે ફરિયાદી પાસેથી ફોન લઈ લીધો અને બીજા ત્રણેય માણસો ત્યાંથી જતા રહ્યા હતા અને ફરિયાદીને વાવડી, ચાચાપર, ખાનપર તેમજ ગજડી ગામ બાજુ લઈ ગયા હતા અને રૂપિયા આપવા માટે દબાણ કર્યું હતું. તેવામાં ફરિયાદીએ તેના કાકા સાગરભાઇને ફોન કર્યો હતો.

અને તેનું મહેશ ઉર્ફે રાહુલે અપહરણ કર્યું છે તેવું કહ્યું હતું જેથી આરોપી તેને મોરબીના જેલ રોડ પર છોડીને તેનું એક્ટિવા મૂકીને નાસી ગયા હતા.
હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ધમકી, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj