અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવક પર પાઈપ વડે હુમલો

Crime | Rajkot | 29 May, 2024 | 04:56 PM
શાપર વેરાવળમાં રહેતાં શૈલેષ ભાગવત અગાઉ તેના નાના ભાઈના ઝઘડામાં વચ્ચે પડયા હતા: જેનો ખાર રાખી કકન મકવાણાએ હુમલો કર્યો
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
શાપર વેરાવળમાં રહેતાં શૈલેષ ભાગવત અગાઉ તેના નાના ભાઈના ઝઘડામાં વચ્ચે પડયા હતા. જેનો ખાર રાખી કકન મકવાણાએ પાઇપ વડે હુમલો કર્યો હતો. 
પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી શૈલેષભાઈ ભલાભાઈ ભાગવત (ઉ.વ.32, રહે.વેરાવળ શીવનગર શેરી નં-2 તા.કોટડાસાંગાણી) એ ફરિયાદમાં જણાવ્યું કે કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. બે ભાઈમાં મોટો છું.

અગાઉ મારા નાનાભાઈ મનીષ સાથે કકન કેશુભાઈ મકવાણા (રહે.શિવનગર, વેરાવળ) ને માથાકુટ થઈ હતી. જે માથાકૂટમાં વચ્ચે પડી અટકાવેલ હતાં. બાદ ગઈ કાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ હું કલરકામ કરી ઘરે આવતો હતો. ત્યારે વેરાવળ બુધ્ધનગર મફતીયાપરામાં શ્રીરામ પ્રોવિઝન સ્ટોરની પાસે ઉભો રહેલ ત્યારે મારા ઘરની પાછળની શેરીમાં રહેતો કકન મકવાણા ત્યાંથી નીકળેલ.

મને કહેલ કે તુ ઝઘડામાં વચ્ચે પડેલ અને માથાકુટ કરતા અટકાવેલ. જેથી આજે તને જોઈ લેવો છે કેવોક તારો ભાઈ માથાકુટમાં વચ્ચે આવે છે. તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ. અપશબ્દો આપવાની ના પાડતા કકન મકવાણા એકદમ ઉશ્કેરાઇ જઈ ઢીકાપાટુ અને પાઈપ વડે માર મારેલ. દેકારો થતાં કકન ત્યાંથી ભાગી ગયેલ. જતા જતા કહેલ કે આ વખતે તો તું બચી ગયેલ છો.

હવે પછી ભેગો થા તને જાનથી મારી નાખવો છે. કહી ધમકી આપેલ. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. આ અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj