નવી દિલ્હી : આમ તો નસીબની લાઈનો હાથમાં જોવા મળે છે, પરંતુ ગ્રીસની એક મહિલા કોફીના કપથી નસીબ વાંચે છે, અને તે પણ ચેટજીપીટીમાંથી. અત્યાર સુધી તો એ ઠીક હતું, પણ નવાઈ પમાડે તેવી વાત કંઈક અલગ જ છે.
તેમના લગ્નને 12 વર્ષ થયાં હતાં અને તેમનાં બે બાળકો છે. મહિલાએ ‘કોફી કપ રીડિંગ’ના જૂના ગ્રીક રિવાજને નવી રીતે અજમાવવાનું વિચાર્યું. તેણીએ એઆઈ સાથે તેનાં અને તેનાં પતિનાં કોફી કપના ચિત્રો સ્કેન કર્યા અને તેમનો અર્થ પૂછ્યો.
ચેટજીપીટીએ જવાબ આપ્યો કે, મહિલાનો પતિ એક નાની ઉંમરની મહિલા સાથે રિલેશનશીપમાં છે, જેનું નામ ’ઇ’થી શરૂ થાય છે. મહિલાએ ત્રણ દિવસની અંદર છૂટાછેડાના કાગળો મોકલ્યાં હતાં.
પતિએ આ આરોપોને નકારતાં કહ્યું કે, "આ બધું બકવાસ છે. મારી પત્ની સોશિયલ મીડિયા અને ટ્રેન્ડ પાછળ પાગલ છે. સાથે જ કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, એઆઇ તરફથી મળતી આવી માહિતીને કોર્ટમાં પુરાવા તરીકે ગણી શકાય નહીં. પરંતુ સોશિયલ મીડિયા પર આ બાબત ખૂબ જ ચર્ચામાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy