મુંબઈ,તા.19
કોઈ આધાર-પુરાવા વિના ઓથોરીટી કોઈનું બેન્ક ખાતુ એટેચ (જપ્ત) ન કરી શકે આ બાબત વેપારને ઠપ્પ કરી શકે છે.આ ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટે કરી હતી. કોર્ટે કહ્યુ હતું કે ખાતુ જપ્ત કરવાનો અપાયેલો પાવર કઠોર છે. કારણ કે તે કેટલીક સ્થિતિઓમાં વ્યકિતનાં વ્યવસાયને ઠપ્પ કરી શકે છે. એટલે આ પાવરનો ઉપયોગ કરનાર ઓથોરીટીએ સાવધાનીથી કામ કરવુ જોઈએ.
ઓથોરીટીએ આ પાવરના દુરૂપયોગ બચવુ જોઈએ કોર્ટે મુંબઈની એક પાર્ટનરશીપ ફર્મનું બેન્ક ખાતુ એટેચ કરવાના આદેશને રદ કરવાનો ફેસલો સંભળાવ્યો છે.
જોઈન્ટ કમિશ્નર ઓફ સ્ટેટ ટેકસે 27 જાન્યુઆરી 2005 ના પાર્ટનરશીપ ફર્મનું ખાતુ એટેચ કરવાનાં સબંધમાં પ્રોવિઝનલ આદેશ ઈસ્યુ કર્યો હતો. ત્યારબાદ ફર્મને વિલેપાર્લે સ્થિત જાહેર ક્ષેત્રની મોટી બેન્કનાં ખાતાને એટેચ કરી દીધુ હતું. કમિશ્નરના આ આદેશને ફર્મે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
જસ્ટીસ બી.પી.કુલાવાવાળા અને જસ્ટીસ ફીરદોષ પુનિવાલાની બેન્ચ સામે અરજીની સુનાવણી થઈ હતી. અરજીમાં જણાવ્યા મુજબ ખાતાને એટેચ કરવાનો આદેશ મહારાષ્ટ્ર ગુડસ એન્ડ સર્વીસ ટેકસ (જીએસટી) અધિનિયમ અંતર્ગત ઈસ્યુ કરાયો હતો.
જેથી અરજદારનાં ચુકવવા પાત્ર કર અને અન્ય રકમનું નિર્ધારણ થઈ શકે. અરજદારનો મુંબઈ અને રાયગઢમાં જેસીબી અને એકસાવેટર જેવી ભારે મશીનોનો ખરીદ, નિકાસનો કારોબાર છે.
અરજદારનાં જણાવ્યા મુજબ રાજય કરવિભાગે તેમનાં કાર્યાલય પરિસરમાં તલાસી લીધી હતી. અધિકારીઓને પુરો સહયોગ આપી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવાયા હતા. તેમ છતા બેન્ક ખાતાને એટેચ (જપ્ત)નો આદેશ અપાયો હતો તેનુ કોઈ કારણ પણ નહોતુ અપાયું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy