રાજકોટ, તા. 19
રાજકોટ શહેરમાં પોલીસ પર હુમલાનાં બનાવમાં છેલ્લા 15 મહિનાથી ફરાર આરોપીને થોરાળા પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. થોરાળા પી.આઇ. એન.જી.વાઘેલા અને પો.સબ.ઇન્સ. એમ.એસ.મહેશ્વરી પ્રો. પો.સબ.ઇન્સ. એ.પી.રતન સહિતના સ્ટાફે પોલીસ ઉપરના હુમલાના ગુનામાં ફરાર શામજી ઉર્ફે શાઓ મકવાણા રે. માધવકુંજ, ગોકુલપરા શેરી નં.6 તથા થોરાળા મેઇન રોડ રાજકોટને ઝડપી લઇ અટકાયત કરી હતી.
ઝડપાયેલ આરોપી શામજી ઉર્ફે શાઓ મકવાણા થોરાળા, એ ડીવીઝન મહિલા પોલીસ સ્ટેશનના ગુનામાં નોંધાયા છે. પોલીસ પર હુમલાના ગુનામાં સવા વર્ષથી નાસતો ફરતો હતો. આ કામગીરી પો.ઇન્સ. એન.જી.વાઘેલા, પોલીસ સબ ઇન્સ. એમ.એસ.મહેશ્વરી, પ્રો.પો.સબ.ઇન્સ. એ.પી.રતન એ.એસ.આઇ. રાજેશભાઇ મેર તથા દેવશીભાઇ ખાંભલા તથા મહેશભાઇ સોલંકી તથા ભાવેશભાઇ વસવેલીયા પોલીસ હેડ કોન્સ. જયદીપસિંહ જાડેજા તથા ચેતનભાઇ મકવાણા પોલસ કોન્સ.
રાકેશભાઇ બાલાસરા તથા નિલેશભાઇ જાગાણી તથા નિલેશભાઇ જમોડ, મહિલા પો.હેડ કોન્સ. કોકિલાબેન દાફડા તથા નેહાબેન વાઘેલા, મહિલા પો.કોન્સ. જાગૃતિબેન ઓળકીયા તથા નેહાબેન ચાવડાએ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy