રાજકોટ, તા.15
રાજકોટમાં આર્કીટેક્ટ તરીકે કામ કરતા તેજસભાઈ મનસુખભાઈ ફડદુએ આરોપી કરણભાઈ રમેશભાઈ રાંક(ઠે. ક્ધયાશાળાની બાજુમાં, ગામ: નીકાવા, તા. કાલાવાડ) વિરુદ્ધ તા.09/12/23 ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ કે, તેઓ તા.3/12/23 ના રોજ સવારના સવા દશેક વાગ્યાની આસપાસ તેઓ ઘરથી ઓફિસ તરફ જતા હતા.
ત્યારે કાલાવાડ રોડ કણકોટ પાટીયાથી થોડેક આગળ પહોંચતા તેઓની ડાબી સાઈડથી આરોપી કરણભાઈ રાંકે તેની ઈકકો કાર રજી. નં. જી.જે. 03 એચ.આર. 5180 પુરઝડપે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવીને ફરીયાદીની કાર સાથે ભટકાડીને અકસ્માત કરીને જતા રહેલ અને ફરીયાદીની કારમાં આગળના ભાગે બમ્પરમાં નુકશાન પહોચાડેલ. આ અંગે કલમ-279, 427 તથા એમ.વી. એકટની કલમ-177, 184 અન્વયે ગુન્હો દાખલ કરવામાં આવેલ. જે બાબતે રાજકોટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ.
જેમાં આરોપી તરફે વકીલે દલીલ કરેલી કે, આરોપી તેની ગાડી પાછળથી ભટકાડેલ હોય તેવુ નિ:શંકપણે ફરીયાદ પક્ષ પુરવાર કરી શકેલ નથી. તેમજ ફરીયાદ પક્ષેના બંને પંચો બનાવ સમયે હાજર ન હતા. જે ધ્યાને લઈ કોર્ટએ ઠરાવેલ કે તપાસ કરનાર અમલદારની તપાસમાંથી પણ આરોપીની બેદરકારી બાબતે કોઈ હકીકત ખુલવા પામેલ નથી.
તેમજ ફરીયાદમાં સ્થાનીક લોકોના કોઈ નિવેદન તપાસ કરનાર અમલદારે નોંધેલ નથી. ફરીયાદ બનાવના ત્રણ દિવસ બાદની છે. તે અંગે કોઈ ખુલાસો નથી. જેથી કોર્ટે આરોપી કરણભાઈ રાંકને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે. આ કેસમાં આરોપી વતી વિકાસ કે. શેઠ, પ્રકાશ નથુભાઈ બેડવા, હાતેમાબેન ભારમલ, ધવલભાઈ ગમઢા અને અશોકભાઈ વાઘેલા તથા મિતરાજસિંહ જાડેજા એડવોકેટ દરજજે રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy