(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.16
આ બનાવમાં મુળ બોટાદ ગામના વતની અને હાલ બાબરા ગામે રહેતી એક 17 વર્ષની તરૂણીને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે રહેતો આરોપી પીન્ટુ વલ્લભભાઇ સાવલીયા નામનો 37 વર્ષનો શખ્સ ગત તા. 28/9/21ના રોજ સાંજે પ વાગ્યે બાબરા ગામેથી લલચાવી ફોલાવી લગ્ન કરવાની લાલચ આપી અને બદકામ કરવાના ઇરાદે તેણીના પિતાના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયો હતો. ભોગ બનનાર સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં ભોગ બનનાર સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ. આ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગેનો કેસ અમરેલીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલો અને કોર્ટ સમક્ષ રજુ કરેલા પુરાવાને કોર્ટે માન્ય રાખી સ્પે. કોર્ટના ન્યાયાધીશ ડી.એસ. શ્રીવાસ્તવ દ્વારા આરોપી પીન્ટુ વલ્લભભાઇ સાવલીયાને આઇ.પી.સી. કલમ 363, 366ના ગુન્હામાં કસુરવાર ઠરાવી 10 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10 હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો તેમજ ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy