2008ના બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીએ હાઇકોર્ટનું વલણ જોતાં જામીન અરજી પાછી ખેંચી

Gujarat | Ahmedabad | 30 May, 2024 | 10:03 AM
પુત્રને ઓપરેશન કરવાનું છે તેવું કહી જામીન અરજી કરી હતી, રાજ્ય સરકારે કહ્યું આવું ઘણી વખત કહ્યું છે પણ મેડિકલ સર્ટિફિકેટ રજૂ નથી કરાતું
સાંજ સમાચાર

અમદાવાદ,તા.30

ગુજરાત રાજ્યને હચમચાવી કાઢનારા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીને હાઈકોર્ટે જામીન નહીં આપવાનું વલણ અપનાવતાં આરોપી દ્વારા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે.

સિરિયલ બ્લાસ્ટ ઉપરાંત જેલ સુરંગ કાંડમાં પણ જાહીદ શેખ આરોપી છે. તેણે હંગામી જામીન મેળવવા માટે હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેનો વિરોધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો એને ધ્યાનમાં રાખતાં હાઈકોર્ટે અરજી રદ કરવાનું વલણ અપનાવ્યું હતું, તેથી આરોપીએ હાલ અરજી પરત ખેંચી લીધી હતી.

પ્રસ્તુત કેસમાં આરોપીને 2022માં ટ્રાયલ કોર્ટે સજા ફટકારી હતી અને એની સામેની અપીલ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. દરમિયાન આરોપી જાહિદે હાઈકોર્ટમાં હંગામી જામીન મેળવવા અરજી કરી હતી અને એમાં એવી દલીલ કરી હતી કે તેના પુત્રને ઓપરેશન કરાવવું પડે એમ હોવાથી તેને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવો જોઈએ.

આ અરજીનો સૈદ્ધાંતિક વિરોધ રાજ્ય સરકાર વતી ઉપસ્થિત એડીશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને કર્યો હતો અને કહ્યું હતું કે, ’આરોપી દ્વારા અગાઉ પણ આવા જ કારણો દર્શાવીને જામીન મેળવવા માટે અરજી કરી હતી પરંતુ એ અરજી એવા ગ્રાઉન્ડ પર રદ કરાઈ હતી કે ઓપરેશન કરવાનું હોવા છતાંય કોઈ પણ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા.

ઉક્ત રજૂઆતને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે જામીન અરજી ફગાવી કાઢવાનું વલણ દાખવ્યું હતું. જેના પગલે અરજદાર આરોપી તરફથી એડવોકેટ અરજી પરત ખેંચવાની મંજૂરી આપવાની વિનંતી કરી હતી. જે વિનંતીને ગ્રાહ્ય રાખતાં અરજી પરત ખેંચી લેવામાં આવતાં હાઈકોર્ટે એનો નિકાલ કર્યો હતો.

અમદાવાદના 2008ના અત્યંત ગોઝારા બોમ્બ બ્લાસ્ટમાં 20થી વધુ પોલીસ ફરિયાદ થઈ હતી અને 80 જેટલા આરોપીઓ વિરૂદ્ધ સેશન્સ કોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની ટ્રાયલ ચાલી ગઇ હતી. જેમાં ફેબ્રુઆરી 2022માં ચુકાદો આવ્યો હતો.

આ કેસનો આરોપી જુહાપુરામાં રહેતો હતો અને તેની વિરૂદ્ધ ટ્રાયલ બાદ ચુકાદો આપતાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. જે ચુકાદા સામે આ આરોપી સહિત અન્ય આરોપીઓએ હાઇકોર્ટમાં અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે બોમ્બ બ્લાસ્ટમાં 56 જેટલી વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj