જુનાગઢ તા.26
જુનાગઢમાં 2015ના વર્ષમાં એક યુવકે તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચયુર્ં હતું. જે કેસ ચાલી જતા ખાસ પોકસો કોર્ટે આરોપીને 7 વર્ષની શખ્સ કેદ સાથે 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
જુનાગઢમાં રહેતી તરૂણીને ખામધ્રોળ રોડ પર રહેતો રાજવીર ઉર્ફે રણજીત જીલુ ગીડા અપહરણ કરી ભગાડી ગયો હતો. જેની 14-1-2015ના ફરીયાદ નોંધાઈ હતી. જેમાં પોકસો સહિતની કલમો નોંધાઈ હતી.
જે કેસ ચાલી જતા જુનાગઢ ખાસ પોકસો કોર્ટના જજે રાજવીર ઉર્ફે રણજીત ગીડાને તકસીરવાન ઠરાવીને 7 વર્ષની સખ્ત કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 30 દિવસની સજાનો હુકમ કર્યો હતો. જયારે જયેશ ઉર્ફે લતેશ ભીખુ અને ભાભલુ નડને છોડી મુકયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy