મોરબીના ચકચારી મુસ્તાક મીરની હત્યા કેસમાં મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓનો નિર્દોષ છુટકારો

Crime | Morbi | 30 May, 2024 | 01:42 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.30
મોરબીના સનાળા રોડ ઉપર વર્ષ 2017 જાહેરમાં ફાયરિંગ કરીને મુસ્તાક મીરની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી કેસ મોરબીની પ્રિન્સિપાલ સેસન્શ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આધાર પુરાવાઓ અને વકીલની દલીલ આધારે મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે.

વર્ષ 2017ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ સામે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તાક મીર નામના વ્યક્તિની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી અને જે તે સમયે હત્યના આ બનાવમાં મૃતક મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવભાઈ હર્ષદભાઈ રાવલ નામના ચાર વ્યક્તિઓ સામે હતી અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે મુખ્ય આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે તેવી માહિતી આરોપીઓના વકીલ ભાગીરથસિંહ ડોડીયાએ આપેલ છે.

મોરબી સહિત સમગ્ર ગુજરાતનાં આ ચકચારી હત્યા કેસની વાત કરીએ તો હિતેન્દ્રસિંહ ઝાલાની સાથે મુસ્તાક મીર કામ કરતો હતો જોકે તેને હિતેન્દ્રસિંહ ઝાલા સાથે જમીન બાબતે પ્રશ્ન ઉભો થયો હતો અને તે બાબતે બંને સામસામે આવી ગયા હતા અને ત્યારબાદ મોરબીના સનાળા રોડ ઉપર હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા જાહેરમાં એકટીવા ઉપર જઈ રહેલા મુસ્તાક મીરને આંતરિને તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને 10 જેટલી ગોળીઓ તેને ધરબી દેવામાં આવી હતી .

જેથી કરીને તેને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મોત નીપજયું હતું અને આ બનાવ બાદ હિતેન્દ્રસિંહ ઝાલા સહિતના ચારેય આરોપીઓને ક્રમશ: પકડવામાં આવ્યા હતા જોકે હિતેન્દ્રસિંહ ઝાલા અગાઉ કોર્ટની મુદતે અમદાવાદની જેલમાંથી મોરબી આવી રહ્યા હતા ત્યારે ધાંગધ્રા પાસે પોલીસના ઝાપતાને તોડીને ત્યાંથી ભાગી ગયા હતા જેથી કરીને તેને પકડવા માટે તજવીજ કરવામાં આવી હતી અને જે તે સમયે એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે કચ્છની ગળપાદર જેલમાં છે દરમિયાન આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપી સહિતના ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj