16 વર્ષ બાદ ચેન્નઈ સુપર કિંગ્સના બન્ને ઓપનર્સ ખાતું ખોલાવ્યા વગર આઉટ

India, Sports | 09 May, 2025 | 10:02 AM
સાંજ સમાચાર

દિલ્હી, તા.9
બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સના બન્ને ઓપનર્સ એક પણ રન ફટકાર્યા વગર પૈવિલિયન ભેગા થયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ઓપનર આયુષ મ્હાત્રે બે બોલ રમીને વરુણ અરોરાની ઓવરમાં કેચ-આઉટ થયો હતો, જ્યારે અન્ય ઓપનર ડેવોન કોન્વે બે બોલ રમી મોઈન અલી સામે બોલ્ડ થયો હતો.

16 વર્ષ બાદ પહેલી વાર ચેન્નઈના બન્ને ઓપનર્સ એક ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયા હતા. 2008માં ચેન્નઈના ઓપનર્સ પાર્થિવ પટેલ અને સ્ટીફન ફ્લેમિંગ રાજસ્થાન રોયલ્સ સામે ઝીરોમાં આઉટ થયા હતા.

ઓપનર્સ સસ્તામાં આઉટ થયા છતાં ચેન્નઈએ બે વિકેટે જીત મેળવી હતી.બન્ને ઓપનર્સ ઝીરો પર આઉટ થયા બાદ પણ કોઈ ટીમ મેચ જીતી હોય એવી ઘટના 16 વર્ષ બાદ પહેલી વાર બની છે. 2009માં રાજસ્થાન રોયલ્સે ઓપનર્સ ચેન્નઈના બન્ને ઓપનર આયુષ મ્હાત્રે અને ડેવોન કોન્વે કલકત્તા સામે ઝીરોમાં આઉટ થઈ ગયા હતા.

ગ્રીમ સ્મિથ અને સ્વપ્નિલ અસનોડકરના ખરાબ પ્રદર્શન છતાં ડેક્કન ચાર્જર્સ સામે 142 રનનો ટાર્ગેટ ચેઝ કરીને ત્રણ વિકેટે જીત નોંધાવી હતી.

ડ્વેઇન બ્રાવોને પાછળ છોડી ચેન્નઈનો વન બોલર બન્યો રવીન્દ્ર જાડેજા
ઈડન ગાર્ડન્સમાં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેને કેચ-આઉટ કરીને ચેન્નઈ સુપર કિંગ્સના અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ મોટો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

36 વર્ષનો જાડેજા હવે ચેન્નઈ સુપર કિંગ્સનો હાઈએસ્ટ વિકેટટેકર બોલર બન્યો છે. ચેન્નઈ માટે 184 મેચમાં 141 વિકેટ લેનાર જાડેજા 2012થી આ ટીમ માટે 12 સીઝન રમ્યો છે. તેણે આ મામલે ડ્વેઇન બ્રાવો (116 મેચમાં 140 વિકેટ)ને પછાડ્યો છે.

જોકે આ ટીમ માટે 150 T20 વિકેટ પૂરી કરવા મામલે તે ડ્વેઇન બ્રાવો (154 વિકેટ) બાદ બીજા ક્રમે છે. જાડેજા ચેમ્પિયન્સ લીગ T20માં ચેન્નઈ માટે નવ વિકેટ લઈ ચૂક્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj