વોશિંગ્ટન: હોલીવુડની ફિલ્મ ‘ગોલ્ડફિંગર’માં અમેરિકાના ગોલ્ડ રીઝર્વ ‘ફોર્ટનોકસ’ પર હુમલો કરીને સોનુ ચોરવાનો પ્લાન હતો તે જેમ્સ બોન્ડે નિષ્ફળ બનાવ્યો હતો તો હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ નેટફલીકસ પર કઈ રીતે સ્પેનની મધ્યસ્થ બેન્કમાંથી સોનું ચોરવામાં પ્રોફેશનલ- ચોરોની ટોળકી સફળ થાય છે તે દર્શાવાયુ છે.
ગોલ્ડ-થીફ પર અનેક ફિલ્મો બની ચૂકી છે પણ હવે અમેરિકામાં ટ્રમ્પ શાસન આવ્યા બાદ અમેરિકાનું 4850 ટન ગોલ્ડ જયાં સલામત રખાયુ છે તે ફોર્ટનોકસમાં ખરેખર તેટલું સોનુ છે કે કેમ તે તપાસવાની તૈયારી કરવામાં આવી છે.
ફોર્ટનોકસએ અત્યંત આધુનિક અને સલામત વોલ્ટ છે જયાં અમેરિકાની સેન્ટ્રલ બેન્કનું સોનું રાખવામાં આવ્યું છે પણ હાલમાં જ રીપબ્લીકન સેનેટર રેન્ડ પૌલે આ સ્થળ પર ખરેખર જે સોનું હોવાનું કહેવાય છે તેટલુ છે કે કેમ તે ચકાસવાની માંગણી કરી છે અને હવે એલન મસ્કના વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફીસીયન્સીની ટીમ આ ફોર્ટ ખોલીને સોનાની ગણતરી કરી શકે છે.
4850 ટન સોનુ એ અમેરિકાનો સૌથી મોટો ગોલ્ડ રીઝર્વ છે અને છેલ્લે 50 વર્ષ અગાઉ 1974માં તે ખોલવામાં આવ્યો હતો. હવે અકસ પર આ અંગે પ્રશ્ન ઉઠતા ખરેખર કોઈ અહી જે 4850 ટન સોનુ હોવાનું સતાવાર કહેવાય છે.
તેટલું છે કે નહી તે ચકાસાવુ જોઈએ અને ખુદ એલન મસ્કે તેનો જવાબ આપતા લખ્યુ કે ‘ના’ (તે નિયમીત ચકાસાતુ નથી) પણ ટ્રમ્પે આગળ લખ્યુ કે ચાલો એ કરીએ મતલબ કે તપાસ કરીએ.
સોનાનો ભાવ જયારે 42.22 ઔંસ ડોલર હતો તે સમયે આ સોનુ તે સ્થળ પર કરવામાં આવ્યુ હતું. 1930માં બંધાવેલા આ ફોર્ટનોકસમાં પ્રવેશ માટે મર્યાદીત લોકોને જ મંજુરી મળે છે અને તેની સુરક્ષા એટલી જટીલ છે કે કોઈ એક વ્યક્તિ તે પુરી જાણતો નથી કે કરી શકતો નથી.
છેલ્લે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટ એકમાત્ર હતા જે આ વોલ્ટની મુલાકાત લઈ શકતા હતા. છેલ્લે 2017માં ટ્રમ્પ-વન શાસન સમયે ટ્રેઝરી સેક્રેટરી અને ગવર્નર એ આ વોલ્ટની મુલાકાત લીધી હતી પણ ગોલ્ડની ગણતરી કરી ન હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy