રાજકોટમાં એક દિવસનાં બ્રેક બાદ આજે ફરી 44 ડિગ્રી નજીક તાપમાનની શક્યતા

Saurashtra | Rajkot | 21 May, 2024 | 05:41 PM
બપોરે અઢી કલાકે જ આગ ઝરતી લૂ સાથે તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.21
રાજકોટ શહેરમાં આજે બપોરે પણ હિટવેવની અસર યથાવત રહી હતી. ગઇકાલે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ એક દિવસનાં બ્રેક બાદ આજે ફરી એકવાર રાજકોટમાં 44 ડીગ્રી નજીક મહત્તમ તાપમાન પહોંચી  જવાની શક્યતા છે.

સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2-30 કલાકે જ રાજકોટનું તાપમાન 43.2 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું અને બપોરે હવામાં ભેજ-16 ટકા રહ્યો હતો, તેમજ આજે પણ આગ ઝરતી લૂં યથાવત રહેવા પામી હતી.

આજે બપોરે 2-30 કલાકે રાજકોટમાં પવનની ઝડપ 22 કિ.મી. પ્રતિ કલાક રહેતા નગરજનો ગરમા-ગરમ લૂંમાં શેકાયા હતાં. આ ઉપરાંત આજરોજ સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.8 ડીગ્રી નોંઘાયું હતું. જ્યારે આજે સવારે હવામાં ભેજ 74 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 14 કી.મી. રહેવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આજરોજ પણ કાળઝાળ તાપ અને લૂ ના પગલે રાજકોટના રાજ માર્ગો અને બજારો સુમસામ રહ્યા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj