ગોલા, રસ, કેરીના ધંધાર્થીઓ બાદ હવે આઇસ્ક્રીમ પાર્લરમાં દરોડા : ત્રણ નમુના લઇ લેબોરેટરીમાં મોકલતો ફૂડ વિભાગ

Local | Rajkot | 15 May, 2024 | 04:35 PM
મહાદેવ વાડીની બે દુકાનમાં ચેકીંગ : કુવાડવા રોડ પર ખાણીપીણીના 20 ધંધાર્થીને ત્યાં પણ તપાસ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 15
ઉનાળામાં ગોલા, શેરડીના રસ, બરફના ઉત્પાદકો, કેરીના ધંધાર્થીઓને ત્યાં મનપાએ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી છે ત્યારે આજે જુદા જુદા બે વિસ્તારમાં આઇસ્ક્રીમ પાર્લરમાંથી ત્રણ નમુના લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે. 

આરોગ્ય શાખાએ આપેલી માહિતી મુજબ લક્ષ્મીનગર પાસે આવેલ મહાદેવ વાડી મેઇન રોડ પર આવેલ શ્રીજી ફુડસ (ડીલાઇટ આઇસ્ક્રીમ)માંથી પાન-મસાલા ફલેવર અને રોઝ પેટલ આઇસ્ક્રીમના નમુના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મવડી પ્લોટમાં મહાદેવ વાડીમાં મણીનગર-3માં આવેલ રાજકમલ આઇસ્ક્રીમમાંથી રેડ વેલ્વેટ આઇસ્ક્રીમનો નમુનો પણ લઇને પરીક્ષણમાં મોકલાયો છે. 

ઉપરાંત શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીને ત્યાં 20 ખાદ્ય નમુનાની ચકાસણી કરીને પાંચ દુકાનદારોને લાયસન્સ માટે નોટીસ ફટકારી છે. તેમાં (1)જોકર ગાંઠિયા (2)બજરંગ જ્યુશ સેન્ટર (3)ઢોસા પેલેસ (4)સ્વાદ રસથાળ (5)લક્ઝરી પાન  કોલ્ડ્રિંક્સનો સમાવેશ થાય છે.

જયારે (6)સોરઠિયા રેસ્ટોરેન્ટ (7)કૈલાશ ભેળ (8)ન્યુ બજરંગ કોલ્ડ્રિંક્સ (9)શ્રી ચામુંડા સ્વીટ (10)ડાયમંડ શીંગ (11)શક્તિ પરોઠા હાઉસ (12)પટેલ વિહાર રેસ્ટોરેન્ટ (13)કનૈયા ગુજરાતી રેસ્ટોરેન્ટ (14)અંબિકા રેસ્ટોરેન્ટ (15)પ્રિન્સ આઇસ્ક્રીમ  કુલ્ફી (16)જલારામ રેસ્ટોરેન્ટ (17)ખોડિયાર ફરસાણ (18)મહાલક્ષ્મી ડેરી ફાર્મ (19) એસ.એસ. ફૂડ મોલ (20)શિવશક્તિ રેસ્ટોરેન્ટમાં ચકાસણી કરવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj