♦સ્વજનો માટે બેઠક વ્યવસ્થા, લોકોની માહિતી માટે કંટ્રોલ રૂમ, પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી, મૃતદેહ કોલ્ડ સ્ટોરેઝમાં મુકવાનું અને તેને પરિવારને સોંપવાનું કાર્ય થયું

અગ્નિકાંડ બાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં 20 ડોક્ટરોની ટીમ ખડેપગે રહી હતી

Local | Rajkot | 30 May, 2024 | 04:40 PM
♦સંપૂર્ણ સળગી ગયેલા મૃતદેહોના ડીએનએ સેમ્પલ લેવા પડકાર જનક હતા, ઓચિંતી આવેલી સ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સ્ટાફે ટીમ વર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
ટીઆરપી અગ્નિ કાંડ બાદ સિવિલ હોસ્પિટલ તરફ સમગ્ર તંત્ર, સરકાર અને જનતાની નજર હતી. અગ્નિકાંડ બાદ સિવિલ હોસ્પિ.ના પીએમ રૂમમાં 27 મૃતદેહ અને કેટલાક મૃતદેહના ટુકડા આવેલ. જે અંગે 20 ડોક્ટરોની ટીમ ખડેપગે રહી હતી. સંપૂર્ણ સળગી ગયેલા મૃતદેહોના ડીએનએ સેમ્પલ લેવા પડકાર જનક હતા. અને ઓચિંતી આવેલી સ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સ્ટાફે ટીમ વર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્વજનો માટે બેઠક વ્યવસ્થા, લોકોની માહિતી માટે કંટ્રોલ રૂમ, પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી, મૃતદેહ કોલ્ડ સ્ટોરેઝમાં મુકવાનું અને તેને પરિવારને સોંપવાનું કાર્ય થયું હતું.

સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ત્રિવેદીએ જણાવ્યું કે, આવો બનાવ બન્યો છે તેની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલમાં અલગથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. દાઝેલ વ્યક્તિ આવે તો તેની શું સારવાર કરવી અને મૃતદેહ આવે તો તેના પીએમ માટે શું કાર્ય કરવું તેની કામગીરી માટે ટીમો તૈયાર હતી. આ સ્થિતિમાં સિવિલ હોસ્પિટલના તમામ વર્ગના કર્મચારી અધિકારી કામે રોકાયા હતા. તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, વર્ગ 4ના કર્મીઓ તમામ કામે લાગ્યા હતા. 20 ડોકટરની ટીમો હતી.

પીએમ રૂમમાં તમામ મૃતદેહ પહોંચ્યા પછી પોસ્ટમોર્ટમ સાવચેતી સાથે ઝડપથી કરવામાં આવેલ. ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી અને પછી આ સેમ્પલ ગાંધીનગર મોકલવાની કામગીરી અને ગાંધીનગરથી આવતા રિપોર્ટ મેળવી પોલીસ સાથે રહી સ્વજનોને મૃતદેહ સોંપવાની કામગીરી થઈ. ઉપરાંત 4 દિવસ જે સ્થિતિ રહી તેમાં સ્વજનોને બેસવા માટે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj