મુંબઈ : લાંબા સમયથી હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અજય દેવગણે પોતાના કરિયરની 16મી સો કરોડી ફિલ્મ આપી છે. અજય દેવગણ અભિનીત ફિલ્મ ’રેઇડ 2’એ નવ દિવસમાં ભારતમાંજ બોક્સ ઓફિસ પર રૂા.100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
આ પહેલા અજય દેવગનની ફિલ્મ ’ટોટલ ધમાલ’એ નવ દિવસમાં આ જ આંકડો પૂરો કર્યો હતો. અજયની પાંચ ફિલ્મોએ ટૂંકા ગાળામાં 100 કરોડનો આંક હાંસલ કર્યો હતો.
અજય દેવગણની આ વર્ષની પહેલી ફિલ્મ ’અઝાદ’ હતી, જે 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. અજયના ભત્રીજા અમન અને રવીના ટંડનની પુત્રી રાશાએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.
ફિલ્મની વાર્તા દર્શકોને પસંદ આવી ન હતી અને રિલીઝના પહેલા જ દિવસે આ ફિલ્મ ફ્લોપ જાહેર કરવામાં આવી હતી. ફિલ્મ ’રેઇડ 2’ અજયની આ વર્ષની બીજી ફિલ્મ છે. આ ફિલ્મે પહેલાં દિવસથી જ તેની ગતિ જાળવી રાખી છે.
ફિલ્મ ’રેઈડ 2’એ પહેલા અઠવાડિયામાં 95.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે શુક્રવારે દેશમાં બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યાં સુધી 100 કરોડનો આંક વટાવી ગઈ હતી.
અજય દેવગનની ફિલ્મ ’રેઈડ 2’ની સફળતા તેના માટે ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે ફિલ્મ ’શૈતાન’ બાદથી અજય દેવગનની એક પણ ફિલ્મ થિયેટરમાં દર્શકોને પસંદ આવી નથી.
અજયની 100 કરોડની ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મ ’રેઇડ 2’ 100 કરોડનો આંકડો પાર કરી જતાં આ સંખ્યા હવે 16 સુધી પહોંચી ગઇ છે. અજયની ચાર ફિલ્મોએ બસો કે તેથી વધુની કમાણી પણ કરી છે.
દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ ’તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ અજય દેવગનની કોઈપણ ફિલ્મનું સૌથી વધુ કલેક્શન એકત્રિત કરવાના મામલામાં પહેલા નંબર પર છે.
આ ફિલ્મે વર્ષ 2020માં ઘરેલુ બોક્સ ઓફિસ પર 279.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
અજય દેવગણની ફિલ્મો જે 100 કરોડ કે તેથી વધુની કમાણી કરી
સિંઘમ (2011) 100.30 કરોડ, 50 દિવસમાં
બોલ બચ્ચન (2012)102 94 કરોડ, 45 દિવસમાં
શિવાય (2016) 100.33 કરોડ, 32 દિવસમાં
દે દે પ્યાર દે (2019) 103.64 કરોડ, 28 દિવસમાં
રેઈડ (2018) 103.07 કરોડ, 22 દિવસમાં
ગોલમાલ 3 (2010) 106.34 કરોડ, 17 દિવસમાં
સન ઓફ સરદાર (2012) 105.03 કરોડ, 16 દિવસમાં
ગંગુબાઈ કાઠિયાવાડી (2022) 129.10 કરોડ, 13 દિવસમાં
શૈતાન (2024) 149.49 કરોડ, 10 દિવસમાં.
ટોટલ ધમાલ (2019) 154.23 કરોડ, 9 દિવસમાં
રેઈડ 2 (2025) 100.75 કરોડ , 9 દિવસમાં
દ્રશ્યમ 2 (2022) 240.54 કરોડ, 7 દિવસમાં
તાનાજી (2020)279.55 કરોડ , 6 દિવસમાં
સિંઘમ રિટર્ન્સ (2014) 140.62 કરોડ, 5 દિવસમાં
ગોલમાલ અગેઇન (2017) 205.69 કરોડ, 4 દિવસમાં
સિંઘમ અગેઇન (2024) 268.35 કરોડ, 3 દિવસમાં
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy