નવી દિલ્હી : રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં ધીમા ઓવર રેટ બદલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હીનો 12 રનથી પરાજય થયો હતો, જે સિઝનની તેની પહેલી હાર હતી. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, આઈપીએલ આચારસંહિતાના કલમ 2.22 હેઠળ અક્ષરની ટીમનો આ સિઝનનો પહેલો ગુનો હતો, જે સ્લો ઓવર-રેટ સંબંધિત હતો.
તેથી તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અક્ષરની કેપ્ટનશીપ હેઠળ ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે સતત પાંચમાંથી ચાર મેચ જીતી છે.
દિલ્હીની ટીમ ટેબલમાં બીજા સ્થાને છે. દિલ્હીને હવે બુધવારે હોમ ગ્રાઉન્ડમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy