રાજકોટ,તા.21
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ઇંગલિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા- એલટાઇ રાજકોટ સેન્ટ્રલ ચેપ્ટર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તારીખ 23મી એપ્રિલ, બુધવારે સાંજે બુક ટોકનો કાર્યક્રમ યોજાયો છે. શ્રોફ રોડ ખાતે આવેલા દત્તોપંત ઠેંગડી પુસ્તકાલયમાં સાંજે સાડા પાંચ થી સાડા સાત દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. જેમાં અનિતા જ્હોન, ભક્તિ તન્ના, મયંક બાટવીયા, ધવલ અનડકટ અને ડો .ઉમા વિવિધ પુસ્તકોની સમીક્ષા કરશે.
જેમાં રસ ધરાવતા સૌ કોઈ હાજર રહી શકશે. બુક ટોકનું સંચાલન માનસિક કક્કડ કરશે. વક્તાઓને ફેરોલી જીપસિટ મોરબી દ્વારા સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુ. કમિશનર. ચેતન નંદાણી વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે માટે ડો. વિશાલ વરિયા,મીનુ જસદણવાલા, ડો. બ્રિજ યાજ્ઞિક, તૈયબ કપાસી, મનીષ પારેખ, કેતન પીઠડીયા, શ્રીકાંત તન્ના, ધર્મેશ દવે,હાર્દિક મજીઠીયા, બિંદિયા ચૌહાણ જહેમત ઉઠાવી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy