AI નું અદ્ભુત ક્રિએશન : પોપકોર્નની શાલ, મસ્ત ક્રિસ્પી ઢોસા જેવી સાડી, પુરુષો માટે ઈડલીથી બનેલું શર્ટ અને ગુલાબજાંબુ જેવી વોચ ક્રિએટ કરી

Technology, Off-beat | 29 April, 2025 | 04:43 PM
સાંજ સમાચાર

જરા કલ્પના કરો કે તમને જે ચીજ બહુ ભાવે છે એ ચીજ તમે કાં તો કપડાંની જેમ અથવા તો ઍક્સેસરીઝની જેમ પહેરી શકો તો કેવું લાગે? આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ને જો આવી કલ્પનાઓ કરવાનું કહેવામાં આવે તો એનું પરિણામ શું આવે એ તાજેતરમાં એક વિડિયોમાં જોવા મળી રહ્યું છે.

ક્રીએટિવિટીની ચરમસીમા કહેવાય એવું માઇન્ડબ્લોઇંગ ક્રીએશન ઇન્સ્ટાગ્રામના hoohoocreations80 નામના અકાઉન્ટ પરથી શેર થયું છે જેણે એક દિવસમાં લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે.

આ વિડિયોમાં પોપકોર્નની શાલ, મસ્ત ક્રિસ્પી ઢોસા જેવી સાડી, પાણીપૂરી જેવી વોચ, આઈસક્રીમ પર્સ, અંબોડામાં ભરાવવાની જલેબી સ્ટાઇલની હેરપિન, પુરુષો માટે ઈડલીથી બનેલું શર્ટ અને ગુલાબજાંબુ જેવી વોચ ક્રીએટ કરી છે.

નવાઈની વાત એ છે કે, આ દરેક વસ્તુમાં જે ટેક્સ્ચર અને રંગોનું મિશ્રણ કરવામાં આવ્યું છે એ હાઈપર રિપલિસ્ટિક છે. લોકોને આમાંથી આઈસક્રીમ પર્સ, જલેબી હેરપીન, પાણીપૂરી વોચ બહુ ગમી છે જ્યારે ઇડલી શર્ટ જોઈને જ ઘણાને ઊબકા આવી ગયા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj