(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.17
આમ તો મોરબીમાં છેલ્લા વર્ષોમાં ઘણા કારખાના બંધ થઈ ગયા છે અને મંદી અને મોંઘવારીના કારણે આર્થિક ખેંચતાણ હોવાનું કહેવામા આવે છે જો કે, વાત કરીએ મોજ શોખની તો મોરબીમાં છેલ્લા એક વર્ષમાં બાઇક, કાર વિગેરે વાહનો મળીને 39,287 જેટલા નવા વાહનોની ખરીદી લોકોએ કરેલ છે અને મોરબી આરટીઓને જુદીજુદી પ્રકારની કુલને નવ મહિનામાં 92 કરોડથી વધુની આવક થયેલ છે નાણાકીય વર્ષ પૂર થાય ત્યાં સુધીમાં ગત વર્ષનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા દેખાઈ રહી છે.
મોરબીને સીરામીક નગરી તારીકે દેશ અને દુનિયામાં ઓળખ છે જો કે, આ ઓદ્યોગીક નગરીમાં આવેલા સિરામિક, પેપરમિલ પોલિપેક સહિતના અનેક કારખાનાઓ છેલ્લા વર્ષોમાં બંધ થયેલ છે અને મંદી તેમજ મોંઘવારીની ભયંકર અસર હોવાનું ઉદ્યોગકારો કરી રહ્યા છે .
જો કે, સિક્કાની બીજી બાજુ ઉપર નજર કરીએ તો આજની તારીખે પણ મોરબીના લોકો મોજશોખ પૂરા કરવામાં જરા પણ પાછી પાની કરી રહ્યા નથી એટકે જ તો છેલ્લા 12 મહિનાની વાત કરીએ તો 50 લાખથી વધુની રકમની 38 ગાડી સહિત કુલ મળીને 39,287 નવા વાહનોની લોકો દ્વારા ખરીદી કરવામાં આવેલ છે જેમાં 22,200 જેટલા બાઇક, 9343 ફોર વ્હીલ ગાડી તેમજ ટ્રેક્ટર, ડમ્પર વિગેરે વાહનોનો સમાવેશ થાય છે.
મોરબી આરટીઓ કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી નાણાકીય વર્ષ દરમ્યાન કુલ મળીને 122થી 125 કરોડ સુધીની આવક થતી હોય છે અને ચાલુ વર્ષની વાત કરીએ તો મોરબી જિલ્લામાં વિવિધ ફેન્સી નંબર માટે, રજીસ્ટ્રેશન માટે, નામ ટ્રાન્સફર, લાયસન્સ રિન્યૂ વિગેરે માટે અત્યાર સુધીમાં વાહન ધારકોએ કુલ મળીને 92 કરોડથી વધુની આવક નોંધાઈ ચૂકી છે.
જો કે, આ આવકમાં ફેન્સી નંબરની ઓનલાઇન હરરાજીથી થયેલ આવક ઉપર નજર કરીએ તો 5.44 કરોડનો સમાવેશ થાય છે. જેમાં ચાલુ વર્ષે નંબર માટે કરવામાં આવેલ ઓનલાઈન હરાજીમાં એક બાઇક ધારકે બાઇક નંબર જીજે 36 એએમ 0001 લેવા માટે 1.24 લાખ રૂપિયા આપ્યા હતા.
જયારે કારના નંબર જીજે 36 એએલ 0099 લેવા માટે વાહન ધારકે 1.41 લાખ રૂપિયા આપેલ છે અને કુલ આવકમાં 5.24 કરોડ રૂપિયા દંડની આવક થયેલ છે. અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ગત વર્ષની આવકનો રેકોર્ડ પના તૂટશે તેવું એઆરટીઓ રોહિતભાઈ પ્રજાપતિએ જણાવ્યુ છે.
મોરબીને આમ તો મોજીલું મોરબી પણ કહેવામા આવે છે અને આ મોજીલા મોરબીના લોકો તેજીમાં જ જલસા કરે એવું નથી.
હાલમાં મોરબીના ઉદ્યોગમાં મંદીની અસર છે અને તૈયાર પ્રોડક્ટની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેથી ઘણા કારખાના બંધ છે અને ઘણા કારખાના સમયાંતરે બંધ કરવામાં આવી રહ્યા છે. તો પણ મોજ શોખપૂરા કરવામાં આજની તારીખે પણ મોરબીના લોકો સહેજ પણ પાછી પાની કરતાં નથી તે આરટીઓમાં છેલ્લા નવ માહિનામાં થયેલ આવકના આંકડા ઉપરથી કહી શકાય તેમ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy