સટ્ટાનું રેકેટ ચલાવતો અમિત મજેઠીયા શ્રીલંકામાં

Gujarat | Ahmedabad | 29 May, 2024 | 10:59 AM
મોબાઈલ નંબરના આધારે લોકેશન મળ્યું: કલમ-70 મુજબ વોરંટ મેળવતી સીઆઈડી ક્રાઈમ
સાંજ સમાચાર

અમદાવાદ તા.29
આંતરરાષ્ટ્રીય અને આઈપીએલ ક્રિકેટ મેચોમાં 1195 કરોડનું સટ્ટાનું રેકેટ ચલાવવા માટે અમીત મજેઠીયાની ઓનલાઈન સટ્ટાબેટિંગ આઈડી તથા એપમાં આપવામાં આવેલા મોબાઈલ નંબરના આધારે સીઆઈડી ક્રાઈમે લોકેશનની તપાસ કરાવી હતી. જેમાં અમીત મજેઠીયા હાલ શ્રીલંકામાં હોવાનું સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું છે. જેના પગલે સીઆઈડી ક્રાઈમના તપાસનીશ અધિકારીએ આરોપી અમીત મજેઠીયા સામે સીઆરપીસીની કલમ 70 મુજબનું વોરન્ટ મેળવ્યું છે.

સીઆઈડી ક્રાઈક દ્વારા અમીત મજેઠીયાને પકડવા માટે વોરન્ટના આધારે કાર્યવાહી હાથ ધરી છે. અમીત મજેઠીયા પાંચેક વર્ષથી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવી રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ સીઆઈડી ક્રાઈમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા મામલે કોર્ટમાં ચાર્જશીટ કરી છે.

આરોપી અમીત મજેઠીયા ઓનલાઈન સટ્ટાબેટિંગ આઈડી તથા એપમાં આવતા નાણાંની હેરાફેરી કરવા માટે લોન કે પૈસાની જરૂરિયાતવાળા લોકોને લોન અપાવવાની કે ખાતામાં સહાયની રકમ જમા થશે તેવી લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવીને તેમના ખાતામાંથી કરોડોની હેરાફેરી કરતો હતો. સીઆઈડી ક્રાઈમના જુનાગઢ યુનિટ દ્વારા અશ્વિન મનસુખભાઈ સચાણીયા સામે અમદાવાદની કોર્ટમાં તાજેતરમાં ચાર્જશીટ દાખલ કર્યુ છે.

ચાર્જશીટમાં 37 સાક્ષી, જરૂરિયાતમંદોના ખાતા ખોલાવવા માટે રજુ કરેલા ભાડાખત, આઈડીએફસી બેંક નરોડા, એચડીએફસી બેંકમાં ખાતા ખોલાવીને નાણાંકીય હેરાફેરી કરી હતી તેના દસ્તાવેજો મુકયા હતા. દરમ્યાનમાં ઓનલાઈન સટ્ટાબેટિંગ સીબીડીટી તથા ઓએસડીમાં આપવામાં આવેલા મોબાઈલ નંબરોની સીઆઈડી ક્રાઈમ દ્વારા સાયબર ક્રાઈમની મદદથી એનાલિસીસ કર્યુ હતું.

જેમાં સટ્ટાનું રેકેટ ચલાવતા અમીત મજેઠીયા ઉપયોગ કરતો હોવાનું માલુમ પડયું હતું. ત્યારબાદ સીઆઈડી ક્રાઈમે મોબાઈલ નંબરના લોકેશન કઢાવતા તે શ્રીલંકાનું બતાવી રહ્યું છે. સીઆઈડી ક્રાઈમે અમીત મજેઠીયાને શ્રીલંકાથી પકડી લાવવા વોરન્ટની નકલ મેળવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj