સતત બીજી ગુજરાતી ફિલ્મમાં બિગ-બી

‘ફકત મહિલાઓ માટે’ની સિકવલ ‘ફકત પુરૂષો માટે’માં પણ અમિતાભ બચ્ચન

India, Entertainment, Gujarat | 10 June, 2024 | 05:07 PM
તાજેતરમાં અમિતાભે ફિલ્મનું શૂટીંગ કયુર્ં
સાંજ સમાચાર

મુંબઈ તા.10
 ગુજરાતી ફિલ્મ અને અમિતાભ? આ કલ્પના અશકય લાગે પણ વર્ષ 2022માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’માં અમિતાભ બચ્ચને કેમિયો (મહેમાન કલાકાર) રોલ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે આ ફિલ્મની સિકવલ ‘ફકત પુરૂષો માટે’ ફિલ્મમાં પણ અમિતાભ કેમિયો રોલમાં આવી રહ્યા છે.

 આ ફિલ્મ માટે અમિતાભે તાજેતરમાં શોટ્સ આપ્યા હતા. ફિલ્મના પ્રોડયુસર વૈશાલ શાહ એકટર્સ યશ સોની, એષા કંસારા, મિત્રા ગઢવી અને દર્શન જરીવાલાએ જણાવ્યું હતું કે અમિતાભ ફિલ્મમાં ભગવાનનો નાનકડો રોલ કરી રહ્યા છે. શુટીંગના દિવસે સેટ પર પીન ડ્રોપ સાયલન્સ હતું.

 અમિતાભની કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા જોવા મળી હતી. વૈશાલે વધુમાં જણાવ્યું હતું કે અમે જયારે મિસ્ટર બચ્ચનને ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે તેમને તે ગમી ગયેલી અને તરત તારીખો ફાળવી દીધેલી. અમને આશા છે કે ઓડિયન્સને આ ફિલ્મ ગમશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj