અમરેલી: જિલ્લામાં ફાયર સેફટીની કડક અમલવારીના પગલે સઘન ચેકીંગ: દુકાનો અને કોમ્પ્લેક્ષને તાળા લાગવાના એંધાણ

Local | Amreli | 30 May, 2024 | 11:48 AM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.30

અમરેલી જિલ્લાનાં નાના-મોટા શહેરોમાં રાજકોટનાં અગ્નિકાંડ બાદ વહીવટીતંત્રને સુરાતન ચડયું છે અને ઠેકઠેકાણે સીલ મારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં વેપાર-ધંધા ટપોટપ બંધ થઈ રહૃાા છે. અમરેલીનાં નાગનાથ કોમ્પ્લેક્ષ, એન્જલ સિનેમા સહિત ખાંભા, ધારી સહિત તમામ શહેરોમાં દિવસ-રાત ચેકીંગ પ્રક્રિયા શરૂ થતાં ડરનાં માર્યા વેપારીઓ દુકાન-ધંધા બંધ કરી રહૃાા છે.ફાયર સેફટીની કડક અમલવારી સુરતનાં તક્ષશિલા કાંડ બાદ શરૂ તો કરી પરંતુ સ્થાનિક તંત્ર આળશમાં રહૃાું અને હવે રાજકોટનાં અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવતાં હવે વેપાર-ધંધાને જબ્બરી અસર થવાની સંભાવના જોવા મળી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj