ટી-20 વર્લ્ડકપમાં વધુ એક દિલધડક મેચ: બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકા છેલ્લા દડે જીત્યુ

World, Sports | 11 June, 2024 | 04:57 PM
કલાસેનના 46 રન તથા કેશવ મહારાજની ત્રણ વિકેટ: ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા ટોપ પર પહોંચ્યું
સાંજ સમાચાર

ન્યુયોર્ક તા.11
ટી20 વર્લ્ડકપના વધુ એક લોસ્કોરીંગ અને દિલધડક મેચમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને છેલ્લા દડે હરાવ્યુ હતું. બાંગ્લાદેશ માત્ર 114 રનનો ટારગેટ પણ ચેઝ કરી શકયુ ન હતુ અને ચાર રને પરાસ્ત થયુ હતું.

ન્યુયોર્કના મેદાનની પેચીદી પીચ પર બાંગ્લાદેશ સામેના મેચમાં પ્રથમ દાવ લેવા ઉતરેલા દક્ષિણ આફ્રિકા નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 113 રન બનાવી શકયુ હતું. ડીકોક, હેનરીક, મારકમ જેવા ટોચના ખેલાડીઓ ફલોપ રહ્યા બાદ કલાસેન (46) તથા મીલર (29)ની બેટીંગના જોરે 113 રનનો સ્કોર કર્યો હતો.

114 રનના ટારગેટ સાથે મેદાને પડેલી બાંગ્લાદેશની વિકેટો પણ નિયમિત અંતરે પડવા લાગતા મેચ રોમાંચક બની ગયો હતો. ટીમ વતી તૌહીદે 37 રનની ઈનિંગ રમીને જીતની આશા જગાવી હતી. મહમુદુલ્લાહે પણ 20 રન કર્યા હતા પરંતુ તે અંતિમ ઓવરમાં આઉટ થઈ જતા જીતની આશા પર પાણી ફરી વળ્યુ હતું.

અંતિમ ઓવરમાં ટીમને જીત માટે 11 રનની જરૂર હતી. મહમુદુલ્લાહે પાંચમા દડે છગ્ગો મારવાનો પ્રયત્ન કરતા બાઉન્ડ્રી પર ઝીલાઈ ગયો હતો. અંતિમ દડે પણ 6 રનની જરૂર સામે એક જ રન થઈ શકયો હતો.

છેવટે ચાર રને દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. ટી20 વર્લ્ડકપના ગ્રુપ ડીમાં દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીના તમામ ત્રણ મેચ જીતી લીધા છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયુ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj