♦ પોલીસે પૂનમ હોલ અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા, આરોપીને પકડવા શોધખોળ શરૂ, ખુદ ડીસીપીએ પીએમ રૂમ ખાતે મુલાકાત લઈ પીઆઇ સહિતનાને સૂચનાઓ આપેલી
♦ ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે : DCP જગદીશ બાંગરવા
રાજકોટ, તા.16
રાજકોટમાં વધુ એક શંકાસ્પદ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડીએ ઈજાગ્રસ્ત મળેલ યુવાનનું મોત થયું છે. તા.12 મે ના રોજ રીક્ષા ચાલક કાનારામ ગ્રીનલેન્ડ ચોકડી નજીક મોરબી રોડ પરના પૂનમ હોલ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો.
તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ગત રાત્રે સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે.
આ અંગે મળતી વિગત અનુસાર, તા. 12/05/2025 નાં રોજ સવારે 10. 05 વાગ્યે કાનારામ મંગલરામ (ઉં. વ.35)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાનાં નિશાન હોવાથી ડોકટરે એમએલસી જાહેર કરી હતી. જેથી હોસ્પિટલ પોલીસ ચોકીનાં સ્ટાફે નોંધ કરી હતી.
જે નોંધ મુજબ, તા.12/5/2025ને સવારે 9:00 વાગ્યા આસપાસ ગ્રીનલેન્ડ ચોકડી નજીક, મોરબી રોડ પર પૂનમ હોલ અને બીટુ હોટલની બાજુમાં આ વ્યક્તિ ઈજાગ્રસ્ત મળેલ. જેને 108 મારફત અત્રેની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને વોર્ડ સર્જરી-1માં તેની સારવાર ચાલુ હતી. આ અંગે હોસ્પિટલ ચોકીમાંથી બી. ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી.
બી ડિવિઝન પોલીસના સ્ટાફે મૃતકના સગા સંબંધીઓની શોધ કરી હતી. જેમાં કાનારામનો પિતરાઈ ભાઈ કાળુરામ હોસ્પિટલે હાજર થતા તેની પૂછપરછ કરવામાં આવી હતી કાળુ રામના જણાવ્યા મુજબ તેઓ મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની છે ખાનારામ પહેલા મજૂરી કરતો પણ હાલમાં તેને નવી રીક્ષા લીધી છે અને તે રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રે કોઈએ બોથડ પદાર્થ મારી કાના રામની ઈજા કરી હતી. હાલ પોલીસે કાળુ નામની ફરિયાદ પરથી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પૂનમ હોલના સંચાલક દ્વારા કાના રામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
કાનારામને મોત અંગે ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી રોડ તરફ આવેલ પૂનમ મોલના સંચાલક નિર્ભય ખૂટે જણાવ્યું હતું કે, પૂનમ હલ ખાતે તે સંચાલન કરે છે અને ત્યાં મંડપ સર્વિસનું કામ પણ કરે છે.
તારીખ 12 5 ના રોજ અજાણ્યો વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં હોલ પાસે પડેલો હોવાનું જોવા મળતા નિર્ભય તુરંત 108 ને ફોન કર્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં આ વ્યક્તિ કાનારામ હોવાનું જાણવા મળેલ.
ઇજાના કારણે મોત થયાનું ખુલશે તો હત્યાની કલમ લેવાશે : ડીસીપી
ઝોન 2 ડીસીપી જગદીશ બાંગરવાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતકના શરીર પર બોથડ પદાર્થથી માર માર્યાની ઇજા છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.
પીએમ રિપોર્ટમાં મોત ઈજાનાં કારણે થયું છે તેમ જણાશે તો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. નહિતર માર માર્યો હોવાનો ગુનો નોંધાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy