મુળ જામવણથલીના, હાલ રાજકોટમાં રહેતા

ધર્માનુરાગી અનસુયાબેન જયસુખલાલ મહેતા અરિહંત શરણ પામ્યા: કાલે ઉઠમણું-પ્રાર્થનાસભા

Local | Rajkot | 30 May, 2024 | 04:51 PM
સરકારી નિવૃત અધિકારી રાજુભાઈ મહેતા, વૈભવ ગ્રાફીકસના વિજયભાઈ તથા નાગરિક બેંકના અલ્પેશભાઈ તથા મીનાબેનના માતુશ્રી થતા હતા
સાંજ સમાચાર

રાજકોટ.તા.30
મુળ જામવણથલીના હાલ રાજકોટ રહેતા ધર્માનુરાગી અનસુયાબેન જયસુખલાલ મહેતા (ઉ.83) તા.29ના બુધવારે અરિહંત શરણ પામ્યા છે. સરળ અને મિલનસાર સ્વભાવ ધરાવતા સ્વ. અનસુયાબેનએ તપ, ધર્મ આરાધના કરીને જીવનને સફળ બનાવ્યું હતું. તેમના નિધનથી પરિવારજનોમાં શોક છવાયો છે.

તેઓ સ્વ. જયસુખલાલ ખુશાલચંદ મહેતાના ધર્મપત્ની થતા હતા. રાજુભાઈ, વિજયભાઈ, અલ્પેશભાઈ, મીનાબેન અતુલકુમાર, મનહરલાલ મહેતાના માતુશ્રી, વૈભવ, સપના જીગરકુમાર પ્રવીણચંદ્ર સંઘવી, ઝરણા હર્ષિતકુમાર અતુલભાઈ મહેતાના દાદી થતા હતા. કલ્પનાબેન, મીનાબેન તથા મિનાક્ષીબેનના સાસુ તેમજ ધ્વનિ, ભવ્ય, અક્ષત, કૃપા, કૌશલ, દેવાંશ, આયાંશના મોટાબા થતા હતા.

ઉઠમણું-પ્રાર્થનાસભા
સ્વ. અનસુયાબેન જયસુખલાલ મહેતાનું ઉઠમણું આવતીકાલ તા.31મીના સવારે 10 વાગે મણિયાર દેરાસર, ચૌધરી હાઈસ્કુલ સામે તથા પ્રાર્થનાસભા બપોરે 11 વાગે મોહનભાઈ હોલ, ત્રીજા માળે, મણિયાર દેરાસરની નજીક, ચૌધરી હાઈસ્કુલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj