જુનાગઢ તા.13
જુનાગઢ મહાનગર પાલિકામાં કુલ 15 વોર્ડ છે તે તમામ વોર્ડમાં અધિકારીની નિયુકિત કરવામાં આવી છે. રાજયના ચૂંટણી આયોગના સચિવએ ઓર્ડર જારી કર્યા છે. ટુંક સમયમાં જુનાગઢ મનપાની ચુંટણી યોજાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
જુનાગઢ મહાનગર પાલિકાની ભાજપ શાસિત બોડીની મુદત ગત 31 જુલાઈના પૂર્ણ થઈ હતી. તેમ છતાં ચુંટણી જાહેર કરવામાં ન આવતા હાલ કમિશ્ર્નરનું શાસન ચાલે છે. કયારે ચૂંટણી યોજાશે તેની તરહ તરહની વાતો થઈ રહી છે. ચૂંટણી આયોગ દ્વારા અધિકારીઓની નિયુકિત થતા ટુંક સમયમાં જુનાગઢ મનપાની ચૂંટણી યોજાવાની સંભાવના છે.
ગાંધીનગર રાજય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગર પાલિકામાં યોજાનાર ચુંટણીને લઈને મદદનીશ ચુંટણી અધિકારીની નિમણુંકના ઓર્ડર થયા છે. આમ પ્રથમ ચરણમાં ચુંટણીના ઢોલ ઢબુકતા થયા છે.
અધિકારીઓની વોર્ડ વાઈઝ નિયુકિત
વોર્ડ નં.1થી 4 જુનાગઢ પ્રાંત અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે તેમજ જુનાગઢ શહેરી મામલતદારની મદદનીશ ચુંટણી અધિકારી તરીકે ઓર્ડર થયા છે. વોર્ડ નં.5થી 8માં જુનાગઢ જીલ્લા પુરવઠા અધિકારી તરીકે અને સરકારી શ્રમ અધિકારીની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિયુકત કરાયા છે.
વોર્ડ નં. 9થી 12માં સ્ટેમ્પ ડયુટી અને મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટરની ચુંટણી અધિકારી તરીકે અને જુનાગઢ જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદારની મદદનીશ ચુંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.
વોર્ડ નં.13થી 15માં જુનાગઢ જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારીની ચૂંટણી અધિકારી અને જુનાગઢ તાલુકા પંચાયત કચેરીના તાલુકા વિકાસ અધિકારીની નાયબ ચૂંટણી અધિકારી તરીકે નિયુકિત કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy