નવી દિલ્હી તા.20
આજકાલ બધા પ્રકારના પેમેન્ટ માટે લોકો યુપીઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. ફોન-પે, પેટીએમ કે ગુગલ પે થી દુકાનો પર પેમેન્ટ કરવાની સૌથી સરળ રીત છે પણ કયુઆર કોડથી પેમેન્ટમાં બેદરકારી ખતરનાક છે. કયુઆર કોડથી પેમેન્ટ કરતા પહેલા તમે જેમને પેમેન્ટ કરી રહ્યા છો, તેનું નામ અવશ્ય ચેક કરો, તે ક્ધફર્મ કર્યા બાદ પેમેન્ટ કરો.
આ રીતે થાય છે છેતરપિંડી: મધ્યપ્રદેશના ખજુરાહોમાં બદમાશોએ રાતના સમયે અનેક પ્રતિષ્ઠાનોની બહાર ચોંટાડેલા કયુઆર કોડ બદલી નાખ્યા હતા. તેમાં પેટ્રોલપંપ, મેડીકલ સ્ટોર અને અન્ય દુકાનો સામેલ હતી. જયારે ગ્રાહકોએ પેમેન્ટ કર્યું તો પૈસા બદમાશોના ખાતામાં ચાલ્યા ગયા હતા. દેશના અનેક શહેરોમાં આવી ઘટનાઓ બહાર આવી છે.
શું સાવધાની રાખશો: કયુઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટ મેળવવાનું નામ ચેક કરો, કોડ સાચો છે કે ખોટો તે જાણવા ગુગલ લેન્સનો ઉપયોગ કરો: કયુઆર કોડ અસ્પષ્ટ દેખાય તો તે સ્કેન ન કરો. કયુઆર કોડ માત્ર પૈસા મોકલવા માટે છે, મેળવવા માટે નહીં. છેતરપિંડીથી બચવા આટલુ કરો: દુકાન ખોલ્યા બાદ કયુઆર કોડ ચેક કરો કે તેમાં તમારું નામ અને એકાઉન્ટ ડિટેલ્સ સહિત દેખાય છે કે નહીં આપની દુકાન કે સ્ટોરનો કયુઆર કોડ દુકાનની અંદર લગાવો, જેથી બહારથી કોઈ બદલી ન શકે. પેમેન્ટ પહેલા ગ્રાહકોને પૂછો કે સ્કેન કરવા પર શું નામ દેખાય છે. પેમેન્ટ કર્યા બાદ બેન્કનું નોટીફીકેશન અવશ્ય ચેક કરો. કયુઆર કોડમાં ગરબડ મળવા પર પોલીસને જાણ કરી ફરિયાદ કરો. હેલ્પલાઈન નં.1930 લોન્ચ કરાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy