વોશિંગ્ટન, તા. 10
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે રાત્રે નાટયાત્મક જાહેરાત સાથે ભારત સહિતના 85 દેશો પર લાદવામાં આવેલા વધારાના ટેરીફનો અમલ સ્થગિત કરતા જ અમેરિકી શેરબજારમાં જબરી તેજી આવી ગઇ હતી.
છેલ્લા એક અઠવાડિયામાં ટેરીફ વિવાદને કારણે જંગી સંપત્તિ ગુમાવનાર એલન મસ્ક સહિતના દુનિયાના 10 સૌથી ધનવાન લોકોની સંપતિમાં થોડી મીનીટોમાં 135 બીલીયન ડોલરનો વધારો થઇ ગયો હતો.
ટ્રમ્પે પણ જબરી ચાલાકી કરીને પોતાના ટેરીફ સ્થગિત કરવાની જાહેરાત પૂર્વે હવે ખરીદીનો સમય છે તેવું સૂચક વિધાન કર્યુ હતું અને તેના થોડા સમય પછી ટેરીફ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે, મને ટેરીફ 90 દિવસ સ્થગિત કરવા માટે સત્તા આપવામાં આવી છે અને જે દેશો હાલ ટેરીફ મુદ્દે અમેરિકા સાથે વાટાઘાટ કરી રહ્યા છે તેમના પર 90 દિવસ સુધી નવા ટેરીફ લાગુ થશે નહીં. તે બાદ અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેેસેન્ટે બાદમાં વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે રીસીપપ્રોકલ ટેરીફ અમારા વ્યાપારી ભાગીદારી દેશો સામે લાદવામાં આવ્યા છે તેમાં 10 ટકા જે તમામ માટે ડયુટી લાદવામાં આવી છે તે યથાવત રહેશે.
જયારે ઓટો, સ્ટીલ, એલ્યુમીનીયમ પરની ડયુટી પણ હાલ જે છે તે યથાવત રહેશે. પરંતુ ટ્રમ્પે જે વધારાના ટેરીફ લાદયા છે તે હાલ સ્થગિત રહેશે. જોકે તેમાંથી ચીનને બાદ કરવામાં આવ્યું છે તેના જ પગલે વોલસ્ટ્રીટમાં એટલે કે અમેરિકી શેરબજારમાં મેગ્નીફીશ્યન-7 તરીકે ઓળખાતા શેરોના ભાવમાં 1.પ ટ્રીલીયન ડોલરનો વધારો થઇ ગયો હતો. અમેરિકાના તમામ સેન્સેકસ વધ્યા છે.
એલન મસ્ક કે જે દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યકિત ગણાય છે તેની સંપતિ 35.9 બીલીયન ડોલર વધીને 326 બીલીયન ડોલર નોંધાઇ હતી. મેટા એટલે કે ફેસબુક સહિતની પ્લેટફોર્મના માલિક માર્ક ઝુકરબર્ગની સંપતિ 25.8 બીલીયન ડોલર વધીને 207 બીલીયન નોંધાઇ છે.
એમેઝોનના સ્થાપક જેફ બેસોસની સંપતિમાં પણ 18.5 બીલીયન ડોલરનો વધારો થયો હતો તે 210 બીલીયન ડોલર નોંધાઇ છે. વોરન બફેટ ઉપરાંત ઓરેકલ લેરી એલીસન, માઇક્રોસોફટના બીલ ગેટ, ગુગલના લેરી પેજ અને માઇક્રો સોફટના સ્ટીલ બીલમોરની સંપતિ વધી છે.
પરંતુ ચીન સાથેના તનાવ યથાવત રહેતા એલવીએમએચના બર્નાડ ઓર્નેટની સંપતિ 5.7 બીલીયન ડોલર ઘટીને 148 બીલીયન ડોલર નોંધાઇ હતી. આ જોકે હાલ રાહત છે. હવે ટ્રમ્પ 90 દિવસમાં વિશ્વના દેશોને કેટલો પોતાની સાથે રાખી શકે છે તેના પર સૌની નજર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy