આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલને બે વર્ષ પૂર્ણ: દોઢ લાખ લોકોએ સારવાર લીધી

Local | Jasdan | 30 May, 2024 | 11:24 AM
સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા.30

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેનું બે વર્ષ પૂર્વે લોકાર્પણ કર્યું હતું તે આટકોટની પરવાડીયા હોસ્પિટલને બે વર્ષ પૂર્ણ થયા છે અને બે વર્ષમાં અંદાજે દોઢ લાખ જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધો છે.

આ હોસ્પિટલમાં ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ.સર્જરી, ઓર્થોપેડિક, ઊગઝ કાન, નાક અને ગળા નો વિભાગ પીડિયાટ્રિક, મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત છે. જ્યારે વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી ક્ધસલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રુમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના વિભાગીય નિષ્ણાતો દરરોજ ત્રણ કલાક ઉપસ્થિત રહે છે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે હોય છે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.છેલ્લા બે વર્ષમાં ઓપીડીમાં  148552 દર્દીઓએ નિદાન કરાવ્યું છે. 12527 સર્જરી,  10200 કાર્ડિયાક પ્રક્રિયા, 656 ઇમર્જન્સી સારવાર, 9310 ડાયાલિસિસ 7142 આઈસીયુ,  2692 એનઆઇસિયું, 364 પીઆઇસીયુ, 460  સીટી સ્કેન, 3650 યુએસજી, 13001 એક્સ-રે,29310 લેબ રિપોર્ટ 159000 બાયોપ્સ 3490

દર્દીઓએ લાભ લીધો હતો. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે ગરીબ દર્દીઓને આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ મળે એ જ અમારો મુખ્ય હેતુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj