સુરેન્દ્રનગર જિલ્લાની ક્રાઇમ ડાયરી

સાયલાનાં થોરીયાળી ગામે છેડતી કેસમાં નિર્દોષ છુટવાના મનદુ:ખ પ્રશ્ને પાઇપ-ધારીયાથી હુમલો

Local | Surendaranagar | 10 May, 2025 | 01:07 PM
સાયલા-ડોળીયા માર્ગમાં દારૂ ભરેલ ટ્રક ઝડપાયો : 22.53 લાખનો મુદ્દામાલ જપ્ત
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 10
અજયભાઈ રમેશભાઈ મકવાણા જાતે અનુ.જાતી ઉં.વ.24 ધંધો ખેતીકામ રહે.થોરીયાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર મો.નં.9723944816 નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.30/04/2025 સવારના કલાક 08/00 થી કલાક 08/30 વાગ્યાના અરસામાં થોરીયાળી ગામે આરોપી નં.1 નટુભાઈના રહેણાક મકાન પાસે આરોપી (1) નટુભાઈ પાલાભાઈ મકવાણા જાતે અનુ.જાતી (02) જ્યોતીબેન નટુભાઈ મકવાણા જાતે અનુ.જાતી (3) રાજુભાઈ નટુભાઈ મકવાણા જાતે અનુ.જાતી (4) અલ્પેશભાઈ નટુભાઈ મકવાણા જાતે અનુ.જાતી (5)જયંતીભાઈ પાલાભાઈ મકવાણા જાતે અનુ.જાતી રહે.બધા થોરીયાળી તા.સાયલા જી.સુરેન્દ્રનગર આરોપી નં.5 નાઓના પત્ની સુનીતાબેને ફરીયાદી ઉપર અગાઉ છેડતીની ફરીયાદ કરેલ હોય અને છેડતીનો કેશ કોર્ટમા ચાલી જતા ફરીયાદીને નિર્દોષ છોડેલ હોય.

જેથી આ બાબતનું મનદુ:ખ રાખી આરોપી નં.1 નટુભાઈનાઓ ફરીયાદી તથા સાહેદો સાથે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરતા હોય જેથી ફરીયાદી તથા સાહેદો આરોપી નટુભાઈને સમજાવવા જતા તમામ આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડની પાઈપો, લોખંડનુ ધારીયુ તથા લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવા સારૂ આરોપી નટુભાઈના ઘર પાસે ઉશ્કેરાઈ જઈ આરોપી નં.1 નટુભાઈ નાએ તેના હાથમા રહેલ લોખંડના ધારીયાનો એક ઘા સાહેદ રામજીભાઈને માથાના ભાગે જમણી બાજુ મારી ઈજા કરી તથા ધારીયાનો બીજા એક ઘા સાહેદ રામજીભાઈને જમણા હાથે ટચલી આંગળી ઉપર મારી ફેક્ચરની ઈજા કરી તથા એક ઘા જમણા પગે પીંડીના ભાગે મારી મુંઢ ઈજા કરી તથા સાહેદ ધીરૂભાઈ ગોવીંદભાઈને આરોપી નં.5 જયંતીભાઈ નાએ લોખંડની પાઈપનો એક ઘા ડાબા હાથે પોંચાના ભાગે મારી ફેક્ચરની ઈજા કરી તથા આરોપી નં.2 જ્યોતીબેને લાકડીનો એક ઘા સાહેદ રામજીભાઈને બરડાના ભાગે મુંઢ ઈજા કરી તેમજ આરોપી નં.3 રાજુભાઈ તથા આરોપી નં.4 અલ્પેશભાઈ નાઓએ હાથમા પોતાના હથિયારો ઉચા કરી આજે તો આ લોકોને જીવતા પતાવી જ નાખો તેમ બોલી તમામ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજી.સા.શ્રી સુરેન્દ્રનગર નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. શ્રી એચ.એન.ઝાલા સાયલા પો.સ્ટે. નાઓ કરે છે.

દારૂ ભરેલ ટ્રક જપ્ત
સાયલા થી ડોળીયા તરફ જતા ગોસળ ગામના પાટીયા નજીક દ્વારકાધીશ હોટલ પાસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ સાયલા પોલીસ સ્ટેશન જિ.સુરેન્દ્રનગર આરોપી (1) રૂપારામ હેમારામ જાટ જાતે જાટ ઉં.વ.26 ધંધો ડ્રાઇવિંગ રહે.પોખરાસણ ઉમેકી ઢાણી તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન ટ્રક ચાલક (2)માલ મોકલનાર (3) રમેશકુમાર મગારામ જાટ રહે.પોખરાસણ ઉમેકી ઢાણી તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન(માલ મોકલનાર સાથે કોન્ટે5ક કરાવનાર)  (4) ટ્રક રજી. નં.MH.46AF.6307 નો માલીક ટાટા કંપનીનો છીકણી કલરનો બંધ બોડીનો ટ્રક રજી. નં.MH.46AF.6307 વાળીના ચાલકે પોતાની કબ્જા ભોગવટાની ટ્રકમા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાટનો ઇગ્લીશ દારૂ વ્હાઇટ લેસ વોડકા ઓરેંજ ફ્લેવર ફોર સેલ ઇન રાજસ્થાન 750 એમ.એલ. ની બોટલ નંગ-1620 કિં.રૂા.12,40,920/- તથા ટ્રક રજી. નં.MH.46AF.6307 કિં.રૂા.10,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિં.રૂા.5,000/- તથા રોકડ રૂપિયા 7,950/- એમ મળી કુલ કિં.રૂા.22,53,870/- નો મુદ્દામાલ આરોપી નં.(3) રમેશકુમારના કહેવાથી માલ મોકલનાર નં.(2) પાસેથી પાલનપુર ખાતેથી આરોપી નં.(4) ની માલીકીની ટ્રકમા લાવી તમામ આરોપીઓ ભેગા મળી એક બીજાની મદદગારી કરી કાવતરૂ રચી ગુનો કર્યા આ બનાવની તપાસ પો.સબ ઇન્સ. ડી.એ.સાંખટ ધજાળા પો.સ્ટે. નાઓ કરે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj