આંધળો છો બાઈક જોઈને ચલાવ કહી યુવક પર છરી વડે હુમલો

Crime | Rajkot | 30 May, 2024 | 12:11 PM
પારડીમાં રહેતાં જીતેન્દ્ર બારડ અને તેના ફઈનો દિકરો બાઈક વડે રસ્તો ઓળંગતા માથાકૂટ થઈ હતી: ઈજાગ્રસ્ત હાલતમાં જીતેન્દ્રને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, સારવારમાં
સાંજ સમાચાર

રાજકોટ તા.30
પારડીમાં રહેતાં જીતેન્દ્ર બારડ અને તેના ફઈનો દિકરો બાઈક વડે રસ્તો ઓળંગતા હતા ત્યારે અન્ય શખ્સ કાવો મારતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. આંધળા છો બાઈક જોઈને ચલાવ કહી જીતેન્દ્ર પર છરી વડે હુમલો કર્યો હતો. બાદ યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી જીતેન્દ્ર લખમણભાઈ બારડ (ઉ.વ.26, રહે.શીતળા મંદિર પાસે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં પારડી તા.લોધીકા, મુળ ગામ. છગીયા તા.સુત્રાપાડા) એ ફરિયાદમાં જણાવ્યું કે હું છેલ્લા બે વર્ષથી શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરી તથા ફેબ્રીકેશનનો વેપાર કરી ગુજરાન ચલાવું છું. તા.28/5/2024 ના સાંજના સાતેક વાગ્યાની આસ પાસ હું તથા મારા ફઈનો દિકરો સાગરસિંહ ભીમાભાઈ ઝાલા (રહે.પારડી તા.લોધીકા) અમે બંન્ને જણા તેનું બાઈક લઇને જતાં હતાં દરમિયાન સર્વોદય વિસ્તારથી આગળ નદી કાંઠા પાસે સ્મશાન પાસે પહોંચતા એક શખ્સ રસ્તો ઓળંગવા જતા મારો ફઈનો દિકરો સાગરસિંહ બાઈક ચલાવતો હતો.

તેને એકદમ કાવો મારી રસ્તો ઓળંગતો શખ્સ કાંઇક બોલવા લાગેલ. જેથી અમે બાઈક ઉભુ રાખેલ. અને બાઈકમાંથી નીચે ઉતરી વાત કરેલ કે તમે શું કહો છો કહેતાં. તે શખ્સ  મને તથા મારા ફઇનાં દિકરાને અપશબ્દો બોલવા લાગેલ. અને કહેલ કે તમે આંધળા છો બાઈક જોઇને ચલાવો. મે કહેલ કે અમે બરોબર ચલાવેલ છે.

તમે જોયા જાણ્યા વગર રસ્તો ઓળંગો છો કહેતાં. શખ્સ ઉશ્કેરાઇ ગયેલ અને તેનાં કમરેથી છરી કાઢી મને મારી દિધેલ. જેથી મારા ફઇનો દિકરો સાગરસિંહ દેકારો કરતાં. તે શખ્સ અમે બંન્ને જણાને કહેલ કે તમે આ બાજુ કયાંય ફરીવાર દેખાતા નહીં.

નહીંતર તમો બંન્ને જણાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયેલ. બાદ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ક્રિષ્ના હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર મેળવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું કે છરી મારનાર શખ્સ સર્વોદય વિસ્તારથી આગળ નદી કાંઠા પાસે દુકાન નાખી પાન-માવાનો વેપાર ધંધો કરતા ડિમ્પલબેન સાથે રહે છે. જેને જોયે ઓળખું છું. બનાવ અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj