નવીદિલ્હી,તા.23
તાજેતરમાં કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વિદેશમંત્રી એસ. જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે જયશંકરે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકી હુમલા ઠેકાણા પર હુમલાના બારામાં પાકિસ્તાનને અગાઉથી પણ કરી દીધી હતી.
રાહુલના આ આરોપો પર હવે ભાજપ સાંસદ નિશીકાંત દુબેએ પલટવાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી, આ આપની બનાવેલી સરકારના સમયનો નિર્ણય છે.
1991માં આપની પાર્ટી સમર્થિત સરકારે જ આ સમજૂતી કરી હતી કે કોઈપણ આક્રમણ કે સેનાની મૂવમેન્ટની જાણકારીનું આદાન-પ્રદાન ભારત-પાક. એકબીજાને કરશે, શું આ સમજૂતી દેશદ્રોહ નથી?
દુબેએ રાહુલ સામે દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી હતી. સામે પક્ષે કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું હતું કે તમારે એ જાણવું જરૂરી છે કે ફેબ્રુઆરી 1991ના અંતમાં કોંગ્રેસે ચંદ્રશેખર સરકારને સમર્થન પાછું ખેંચી લીધુ હતું. 10મી લોકસભા માટેની ચૂંટણી પહેલા જ જાહેર થઈ ચૂકી હતી.
આ અંગે વધુમાં નિશીકાંત દુબેએ જણાવ્યું હતું કે, સવાલ અમારી સરકાર અને તમારી સરકારનો નથી, સવાલ એ છે કે 1947થી આપણે પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર માનીએ છીએ. 78 વર્ષથી કાશ્મીર મુદ્દે આપણી તેની લડાઈ ચાલી રહી છે. આપણા કાશ્મીરના ભાગને પાકિસ્તાને કબજે કરી લીધો છે.
તેમ છતા આપ (કોંગ્રેસ) છૂટ આપતા રહ્યા. પછી તે 1950ની નહેરૂ-લિયાકત સમજૂતી હોય કે 1960ની સિંધુ જળ સમજૂતી હોય કે 1975ની સીમલા સમજૂતી હોય આપણે સંસદમાં પણ રક્ષાની રણનીતિ પર ચર્ચા નથી કરી શકતા, પણ 1991માં જયારે આપ (કોંગ્રેસ) ચંદ્રશેખરના નેતૃત્વ વાળી સરકારને સમર્થન આપી રહ્યા હતા અને 1994માં જયારે પી.વી. નરસિંહરાવની સરકાર હતી ત્યારે તે સમજૂતીને લાગુ કરી હતી. શું કોંગ્રેસે વોટબેન્કની રાજનીતિ માટે વિશ્વાસઘાત નથી કર્યો’.
કોંગ્રેસે આરોપોનું ખંડન કર્યુ
જોકે કોંગ્રેસે દુબેના આરોપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે આ વ્યકિતએ જાણવું જોઈએ કે ફેબ્રુઆરી 1991ના અંતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ચંદ્રશેખરને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું.
વડાપ્રધાન સાથે વિપક્ષી નેતાના તાતા તીર
કેમેરા સામે જ પીએમ મોદીનું લોહી કેમ ઉકળી ઉઠે છે?: રાહુલ ગાંધી
નવીદિલ્હી: વડાપ્રધાન મોદીએ ગઈકાલે બીકાનેરમાં આપેલા ભાષણ પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તીખા પ્રહારો કર્યા છે. તેમણે એકસ પોસ્ટ પર પીએમ પર નિશાન સાધતા જણાવ્યું છે કે મોદીની હલકા ભાષણ આપવાનું બંધ કરો.
આપે ભારતના સન્માનની સાથે સમાધાન કર્યુ છે. આપે ટ્રમ્પની આગળ ઝુકીને ભારતના હિતોનો ત્યાગ કેમ કર્યો? રાહુલે પીએમ મોદી પર તીખો પ્રહાર કરતા કહ્યું હતું કે આપનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળી ઉઠે છે?
આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર આપે ભરોસો કેમ કરી લીધો? કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું-વડાપ્રધાન ફરી ફિલ્મોની જેમ ખોખલા ડાયલોગનો સહારો લીધો. ફિલ્મી ડાયલોગ નહીં, જવાબ માગી રહ્યો છે દેશ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy