ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ, ત્રણ પૂર્વ પ્રમુખ, છ પૂર્વ મુખ્યમંત્રીઓએ શપથ લીધા

India, Politics, Lok Sabha Election 2024 | 10 June, 2024 | 11:51 AM
સાંજ સમાચાર

ન્યુ દિલ્હી,તા.10
ગઈકાલે દિલ્હીમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ સરકારની શપથવિધિ યોજાઈ હતી. નરેન્દ્રભાઇ મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ ઇતિહાસ રચ્યો હતો. મોદી મંત્રીમંડળમાં ભાજપ અને સાથી પક્ષો સહિત 72 સાંસદોએ શપથ લીધા. ત્યારે આ કેબિનેટમાં એક ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ, ત્રણ પૂર્વ પ્રમુખ, પાંચ પૂર્વ મુખ્યમંત્રીએ શપથ લીધા હતા.

હાલના વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ગુજરાતથી રાજ્યસભામાં સાંસદ બન્યા હતા. આ સાથે તેમનું પાંચ વર્ષ બાદ મોદી કેબિનેટમાં પુનરાવર્તન થાય છે. નડ્ડા ઉપરાંત ત્રણ પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ જેમકે રાજનાથ સિંહ (2005-09, 2013-2014), નીતિન ગડકરી (2009-13) અને અમિતભાઈ શાહ (2014-2020) સુધી રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા હતા જે હવે ફરી મંત્રી બન્યા છે.

આ ત્રણેય સિનિયર નેતાઓને ટોપ ફાઈવમાં સ્થાન મળે છે. આ ઉપરાંત આ વખતે છ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ જેમકે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રાજનાથ સિંહ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતેન રામ માંઝી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામી અને હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો સમાવેશ થાય છે. 

શિવરાજ સિંહ ચૌહાણ (વિદિશા, મધ્યપ્રદેશના બીજેપી સાંસદ): તેમણે 2005 થી 2018 અને ફરીથી 2020 થી 2023 સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

મનોહર લાલ ખટ્ટર (કરનાલ, હરિયાણાના બીજેપી સાંસદ): તેમણે 2014 થી હરિયાણાના 10મા મુખ્ય પ્રધાન તરીકે આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં તેમના પદ પરથી રાજીનામું આપ્યું ત્યાં સુધી સેવા આપી હતી.

HD કુમારસ્વામી (JD(S) મંડ્યા, કર્ણાટકના સાંસદ): તેમણે 2018 થી 2019 સુધી કર્ણાટકના 18મા મુખ્યમંત્રી તરીકે અને અગાઉ 2006 થી 2007 સુધી રહ્યા હતા. 
સર્બાનંદ સોનોવાલ (દિબ્રુગઢ, આસામના બીજેપી સાંસદ): તેમણે 2016 થી 2021 સુધી આસામના 14મા મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. 

જીતન રામ માંઝી (ગયા, બિહારના HAM પાર્ટીના સાંસદ): તેમણે મે 2014 થી ફેબ્રુઆરી 2015 સુધી બિહારના 23મા મુખ્ય પ્રધાન તરીકે રહ્યા હતા.

રાજનાથ સિંહ (લખનૌ, ઉત્તર પ્રદેશના બીજેપી સાંસદ): તેઓ 2000 થી 2002 સુધી ઉત્તર પ્રદેશના 19મા મુખ્ય પ્રધાન રહ્યા હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj