જામ ખંભાળિયા, તા. 19
સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગઈકાલે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં સમગ્ર ગુજરાતમાં કેસરિયો છવાયો છે અને ભાજપને નોંધપાત્ર સીટો સાથેની અનેરી સિદ્ધિ સાંપળી છે. ભાજપના આ ભવ્ય વિજયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ભાણવડ તેમજ જુવાનપુર (તાલુકા પંચાયત)માં મળેલી નોંધપાત્ર બેઠકો સાથેની સિદ્ધિને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરોએ હોંશભેર વધાવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ મળેલી તોતિંગ બહુમતી સાથે ભાજપનો ભવ્ય વિજય થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના વડપણ હેઠળ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા ગત સાંજે અત્રે નગર ગેઈટ પાસે કાનજી ચતુ ધર્મશાળા ખાતે ફટાકડા ફોડીને આતશબાજી કરી, સૌના મોં મીઠા કરાવીને વિજયના વધામણાં કરવામાં આવ્યા હતા.
આ આયોજનમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઇ કણજારિયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, નગર પાલિકાના મોહિતભાઈ મોટાણી, જગુભાઈ રાયચુરા, અગ્રણી મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, ભરતભાઈ મોટાણી, માનભા જાડેજા, હસુભાઈ ધોળકીયા, કે.ડી જોડ, રાજીવભાઈ ભુંડીયા, ભાવેશભાઈ મોટાણી, નીતિનભાઈ પીઠિયા, નીરવભાઈ ખેતિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી ભવ્ય વિજયને વધાવ્યો હતો.(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy