રાજકોટ તા.24
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ફરી એક વખત ભાજપ જયા જયા ચુંટણીઓ યોજાવાની છે ત્યાં નિરીક્ષકો મોકલીને સેન્સ મેળવશે તથા દાવેદારોને પણ ચકાસશે અને ત્યારબાદ પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી કરશે.
ભાજપે આ માટે તા.26 બાદનું શેડયુલ નિશ્ચિત કરી લીધુ છે જયારે એક વખત પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ વિદેશ પ્રવાસેથી પરત આવી જાય પછી તુર્તજ આ અંગેની પ્રક્રિયા હાથ ધરાશે અને નિરીક્ષકોના નામ નિશ્ચિત કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ આ ઉપરાંત જયાં ચુંટણી યોજાતી નથી તે મહાનગરો અને અન્ય શહેરોમાંથી પક્ષના અગ્રણીઓને પ્રચારમાં પણ જોડશે અને તે કામગીરી 1 ફેબ્રુઆરીથી શરુ થશે. ઉમેદવારો નિશ્ચિત થયા બાદ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા પુરી થશે અને તે પછી પક્ષના અગ્રણીઓને પ્રચારમાં જોડશે.
બીજી તરફ કોંગ્રેસ પક્ષે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શકયતાઓ નકારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં જ બંને પક્ષો વિધાનસભાની ચૂંટણી સામસામા લડી રહ્યા છે અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પણ જે જોડાણ કર્યુ હતું.
તેમાં કોઈ સફળતા મળી ન હતી અને તેથી પક્ષ દ્વારા હવે એકલા હાથે ચુંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવા સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ તા.30 જાન્યુ.એ ભાજપની કોર કમીટીની બેઠક મુખ્યમંત્રીના આવાસે મળશે જેમાં ચુંટણી વ્યુહરચના અને અન્ય વ્યવસ્થા નકકી થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy