મશ્કરી સમાન માત્ર રૂા.500નાં વેતનથી રાજ્યભરનાં બી.એલ.ઓ. લાલઘૂમ!

Saurashtra | Rajkot | 30 May, 2024 | 03:40 PM
જો ન્યાય નહીં મળે તો રાજ્ય ચૂંટણી પંચ અને કલેક્ટર વિરુધ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની બી.એલ.ઓ. હિત રક્ષક સમિતિની રાજ્ય ચૂંટણીપંચને ચિમકી
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
ગુજરાતમાં ગત તા.7મેના રોજ યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં રાજ્યભરનાં બીએલઓને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા અન્યાય થયો હોય. બીએલઓ હિતરક્ષક સમિતિ દ્વારા, રાજ્યનાં ચૂંટણી કમિશ્નરને એક ખાસ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

સમિતિએ આ પત્રમાં જણાવેલ હતું કે ચૂંટણી પંચ દ્વારા તા.7-5-2024ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના બીએલઓને મતદાનના દિવસે મતદાનના સમય દરમ્યાન પૂર્ણ સમય માટે મતદાન મથકે ફરજ સોંપવામાં આવી હતી અને બીએલઓની આ ફરજને મતદાર સહાયતા બૂથ એવું નામ આપેલું. આમ ગુજરાતમાં તા.7ના રોજ લોકસભા ચૂંટણીમાં બીએલઓએ પોલિંગ સ્ટાફની જેમજ કોઇ રિશેષ વિના સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સતત કામગીરી કરી છે.

તો પોલિંગ સ્ટાફને ચૂંટણી પંચ તરફથી જે મહેનતાણું મળે છે તે જ રીતે બીએલઓને પણ મતદાનના દિવસે પૂર્ણ સમય મતદાન મથકે ફરજ બજાવવા માટે યોગ્ય મહેનતાણું મળવું જ જોઇએ. બીએલઓને છેલ્લા 15 વર્ષોથી માસિક રૂા.500નું મશ્કરી સમાન વેતન મળે છે.  15 વર્ષોમાં મોંઘવારી કલેક્ટરોના પગાર, ચીજવસ્તુઓના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. 

પરંતુ બીએલઓના વેતનમાં કોઇ વધારો થયો નથી અને સામે બીએલઓની કામગીરીમાં છેલ્લા 15 વર્ષોમાં પાંચથી છ ગણો વધારો થયો છે. જો બીએલઓને મતદાનના દિવસે આખો દિવસ મતદાન મથક પર મતદાર સહાયતા બૂથ પર સળંગ 11 કલાકની ફરજ બજાવવાનું યોગ્ય મહેનતાણું નહીં મળે તો રાજ્ય ચૂંટણીપંચ 
તથા કલેક્ટર વિરુધ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj