‘ચંદુ ચેમ્પિયન’, ‘કલ્કી: 2898 એડી’ જેવી ફિલ્મો પ્રત્યે મિટ

બોકસઓફિસનો ખરાબ સમય વીતી ગયો! આવનારી ફિલ્મોથી નુકસાની ભરપાઈની આશા!

India, Entertainment | 08 June, 2024 | 11:16 AM
પ્રથમ 6 માસિકમાં ચૂંટણી, આઈપીએલનું ગ્રહણ સિનેમા હોલને લાગેલું, ફિલ્મોના નબળા ક્ધટેન્ટે પણ લોકોને બોકસ ઓફિસથી દુર રાખ્યા
સાંજ સમાચાર

મુંબઈ: વર્ષ 2024ના બોલીવુડના પ્રથમ છ મહિના બોલીવુડ માટે કપરા રહ્યા છે. એકાદ બે ફિલ્મોને બાદ કરતા બોકસ ઓફિસ પર કોઈ ફિલ્મો ખાસ ચાલી નથી. લોકસભા ચૂંટણી અને આઈપીએલ પણ બોકસ ઓફિસ પર મોટી અસર કરી છે.

હવે ચૂંટણી, આઈપીએલનો દોર પુરી થઈ ગયો છે. ફિલ્મી દુનિયાના જાણકારોને આશા છે કે બોકસ ઓફિસ પરનો ખરાબ સમય હવે પુરો થઈ ગયો છે. આવનારા દિવસોમાં મેગા ફિલ્મો રજુ થવાની હોઈ બોકસ ઓફિસ પર સારા દિવસોની આશા રખાઈ રહી છે. આ મહિને બે મોટી ફિલ્મો કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન અને પ્રભાસ, અમિતાભ, કમલ હાસન અને દીપિકા સ્ટારર મેગા બજેટ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ રિલીઝ થશે. આગામી દિવસોમાં અજય દેવગનની ‘ઔરોં મેં કહાં દમ થા’, જાહનવી કપુરની ‘ઉલેઝ’, કમલ હાસનની ‘ઈન્ડિયન-2’, અક્ષયકુમારની ‘સિરફિરા’, જોન અબ્રાહમની ‘વેદા’ અને વિકી કૌશલની ‘બેડ ન્યુઝ’ સામેલ છે.

છેલ્લા ઘણા સમયથી પોતાની ફિલ્મ રિલીઝ માટે વાટ જોઈ રહેલા નિર્માતાઓ હવે ધડાધડ પોતાની ફિલ્મો રજુ કરવા માંગે છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણકારોનું માનવું છે કે આવનારા દિવસોમાં બોલીવુડ, હોલીવુડ અને સાઉથની સારી ફિલ્મો લાઈનમાં છે અને તેની સારી કમાણી થવાની આશા છે.
પરંતુ અફસોસ, કમજોર ક્ધટેન્ટવાળી ફિલ્મો પ્રથમ છ માસિકમાં ટિકીટબારી પર સારો દેખાવ નહોતી કરી શકી. પણ ફિલ્મ વાળાઓને આશા છે કે બીજી હું માસિક ફિલ્મ વાળાઓનું નુકસાન ભરપાઈ કરે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj