જામનગર તા.21: જામનગરમાં ગત મહિને બહારથી મહિલાઓને બોલાવીને લકઝરિયસ ટેમ્પો પહિલાઓને ટ્રાવેલરમાં વ્યવસ્થા પુરી પાડવા અંગેના ઈમમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટના કેસમાં ગત તા.1 એપ્રિલએ ઝડપાયેલા આરોપી એવા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલી જામીન અરજી સેસન્સ અદાલતે રદ કરી છે.
આરોપીની જામીન અરજીની સુનાવણીમાં જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ અદાલતને રજુઆત કરી હતી કે, આરોપી અવારનવાર ગુન્હા કરવાની ટેવવાળો છે. દેહ વ્યાપાર માટે ઉપયોગમાં લેવાયેલી ટેમ્પો ટ્રાવેલર ગાડીમાં સરકાર માન્ય સીટીંગ વ્યવસ્થા ચાદરો નાંખ્યા છે. પોતાના ઘરમાં પણ ડાન્સ બાર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી.
કારમાં આરટીઓની પુર્વ મંજુરી વગર કલર બદલી, પોતે પોલીસ ન હોવા છતાં કારમાં પોલીસના લોગોનો દુરુપયોગ કર્યો છે. મકાન આગળ પણ સરકારી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરેલું છે. આવા સંજોગોમાં આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજ ઉપર પશ્વિમી સંસ્કૃતિની વિપરિત અસર પડે તેમ છે અને ગુનેગારો ગુના કરવા પ્રેરાશે. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળીને આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy