(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.21
મોરબીમાં તા.31-1-25 ના રોજ આરોપી સલીમભાઈ યાકુબભાઈ વારૈયા તેના આઈશર ટ્રકમાં માલ સામાન ભરી જતા હોય મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફીક પોલીસ વાળાએ આરોપીને વાહન ઉભું રાખવાનું કહેતાં વાહનની સ્પીડ ધીમી કરવા જતા સમયે ટ્રાફીક પોલીસના કર્મચારીને ટ્રક અડાડી દઈ ગંભીર ઈજાઓ પંહોચાડવાનો મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બનેલ.ત્યાર બાદ ફરીયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની ઘરપકડ કરવામાં આવેલ.જેથી આ ગુનામાં ચાર્જશીટ રજુ થતાં આરોપી દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં આ ચક્યારી પ્રકરણના આરોપીના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે.
જેમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ ખુશ્બુ પી.વીસાણી રોકાયેલ હતાં.તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતાં.જેમાં વકીલ ખુશ્બુ પી.વીસાણી દ્રારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.
તથા નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર કરવામાં આવેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના યુવા વકીલ ખુશ્બુ પી.વસાણી રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy