(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.16
ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ નાં અત્રેની કોર્ટ દ્વારા જામીન મંજુર થતા જેલ મુક્ત થયા હતા.રીબડાનાં અમીત ખુંટ આપઘાત ની ઘટનામાં એડવોકેટ ગોંડલ નાં દિનેશ પાતર તથા સંજય પંડીત ના જામીન અંગે અત્રેની એડી.સેસન્સ જજ ની કોર્ટ માં સુનવણી હાથ ધરાતા કોર્ટ દ્વારા બન્નેનાં જામીન મંજુર કર્યા હતા.સંજય પંડીત એડવોકેટ હોય જેલમાંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેઓએ દલીલ કરી હતી.
એડવોકેટ સંજય પંડીતે આ પ્રકરણ માં પોલીસે રાજકિય ઇશારે ફસાવ્યાનો આક્ષેપ કર્યો હતો.વધુમા રાજકીય વ્યકિત તથા તેનાં મળતીયાઓ સામે કેસ લડ્યા હોય તેનો પણ ખાર રખાયો હોવાનુ જણાવ્યુ હતું.
તેમણે કહ્યુ કે પોલીસે કોઇ પણ જાતની તપાસ કે પુરાવા વગર કાચુ કાપી અમારી ધરપકડ કરીછે.ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકે ફરજ બજાવી હતી.આ સિવાય અમારી કોઈ ભુમીકા નથી.
તપાસ માં જુનાગઢ નાં રહીમ મકરાણીને અમે જાણતા નથી કે ક્યારેય સંપર્ક પણ થયો નથી.વધુમાં તપાસ કરનાર એજન્સીએ પુજા રાજગોર ની અટકનો સમય સાંજે પોણા સાત નો દર્શાવ્યો છે.
વાસ્તવમાં કોઈ મહીલાની સાંજનાં છ પછી અટક કરવી હોય તો મેજીસ્ટ્રેટ ની મંજુરી લેવી પડે પણ તપાસ એજન્સીએ આવી કોઈ પ્રક્રિયા કરી નથી.સંજય પંડીતે જણાવ્યું કે તપાસ એજન્સીએ ગેરરીતી આચરી છે.અમને સાક્ષી બનાવવાનાં બદલે આરોપી બનાવી દેવાયા છે.આ અંગે આગામી સમયમાં અમે અદાલત માં દ્વાર ખખડાવીશુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy