(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.21
ગોંડલનાં જેતપુર રોડ ગીતાનગર માં રહેતા વૃધ્ધ ને રાજકોટ ની યુવતી દ્વારા હનીટ્રેપ માં ફસાવી રુ.સાત થી આઠ લાખ પડાવવાની ચકચારી ઘટનામાં ક્ષત્રીય સમાજ નાં આગેવાન પદમીનીબા વાળા સહિત 4 વ્યકિતઓની બી’ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરાયા હતા.
ગોંડલ કોર્ટે પદ્મિનીબા વાળા,તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા,શ્યામ રાયચૂરા,હિરેન દેવડીયા સહિતના આરોપીઓને ગોંડલ કોર્ટે જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો.ઘટનામાં મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે.આરોપી પક્ષના વકીલ તરીકે હિતેશ વીરડા સહિતનાઓની દલીલ ધ્યાને લઈને આરોપીઓને છોડી મૂકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy