બેંગ્લોરે બદલો લીધો : દિલ્હીને હરાવ્યું : હરીફ ટીમોના ગઢમાં સળંગ 6ઠ્ઠી જીત : પોઈન્ટ ટેબલમાં નં.1

India, Sports | 28 April, 2025 | 09:50 AM
દિલ્હીના 162 રન સામે બેંગ્લોરે 6 વિકેટે જીત મેળવી : કોહલી - કૃણાલની જોરદાર રમત
સાંજ સમાચાર

નવી દિલ્હી: IPL 2025ની 46મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુએ 6 વિકેટે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી. ટોસ ભહારીને પહેલાં બેટિંગ કરનાર દિલ્હીએ આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા.

બેંગલોરે વિરાટ કોહલી અને કૃણાલ પંડયાની 119 રનની ભાગીદારીના આધારે ચાર વિકેટે 165 રન ફટકારીને નવ બોલ પહેલાં જીત નોંધાવી હતી. કોહલીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં મળેલી આ જીત સાથે બેન્ગલોરે સીઝનની પહેલી ટક્કરમાં એમ. ચિન્નાસ્વામીમાં મળેલી હારનો બદલો લીધો છે. વર્તમાન સીઝનમાં ઘરની બહાર બેન્ગલોરની આ છઠ્ઠી જીત હતી.

150મી IPL મેચ રમનાર ફાફ ડુ પ્લેસી (26 બોલમાં બાવીસ રન) સાથે ઓપનર અભિષેક પોરેલ (11 બોલમાં 28 રન) સાથે 33 રનની બે ભાગીદારી કરીને ટીમને અંકદરે સારી શરૂઆત અપાવી હતી. કે. એલ. રાહુલ (39 બોલમાં 41 રન)ની ધીરજપૂર્વકની ઇનિંગ્સ તથા ટ્રિસ્ટન સ્ટબ્સ (18 બોલમાં 34 રન) અને વિપ્રાજ નિગમ (6 બોલમાં 12 રન) વચ્ચેની સાતમી વિકેટની 38 રનની પાર્ટનરશિપથી દિલ્હીની ટીમ આ સીઝનમાં પોતાની પહેલી ઇનિંગ્સના લોએસ્ટ 162 રન સુધી પહોંચી શકી હતી.

બેન્ગલોરના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (33 રનમાં ત્રણ વિકેટ) આજના પ્રદર્શનના આધારે 193 વિકેટ ટુર્નામેન્ટના હાઇએસ્ટ વિકેટટેકર બોલર્સમાં સ્પિનર પીયૂષ ચાવલા (192 વિકેટ)ને પછાડી બીજા ક્રમે પહોંચ્યો હતો, જ્યારે જોશ હેઝલવુડ (36 રનમાં બે વિકેટ) વર્તમાન સીઝનમાં 18 વિકેટ સાથે પર્પલ કેપહોલ્ડર બન્યો હતો.

પહેલી IPL મેચ રમી રહેલા અને નવા ઓપનિંગ પાર્ટનર જેકબ બેથેલ (છ બોલમાં 12 રન) સાથે 20 રનની ઓપનિંગ ભાગીદારી કરનાર વિરાટ કોહલી (47બોલમાં 51 રન)એ પહેલી ઓવરથી અંતિમ ઓવર્સ સુધી ટીમની બાજી સંભાળી રાખી હતી.

ટીમે ચાર ઓવરમાં 26 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી કોહલીએ ચોથી વિકેટ માટે કૃણાલ પંડયા (47 બોલમાં 73 જીત) સાથે 119 રનની પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખ્યો હતો. દિલ્હી માટે તેમનો કેપ્ટન અક્ષર પટેલ (19 રનમાં બે વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો હતો.

પોઇન્ટ્સ ટેબલમાં હવે નંબર વન ટીમ બની ગઈ બેન્ગલોર
બેન્ગલોરની ટીમ 10માંથી સાત મેચ જીતીને હવે પોઇન્ટ્સ ટેબલમાં 14 પોઇન્ટ સાથે નંબર વન ટીમ બની છે. તેમની આ સફરમાં સ્ટાર બેટર વિરાટ કોહલી (443 રન) અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ (18 વિકેટ)નું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેઓ અનુક્રમે ઓરેન્જ કેપ અને પર્પલ કેપહોલ્ડર બની ગયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj