ભૂપગઢમાંથી ગૌમાંસ ઝડપાયું: મહિપત રાઠોડ સામે ગુનો નોંધાયો

Crime | Rajkot | 29 May, 2024 | 04:51 PM
કૃપા ફાઉન્ડેશન અને આજીડેમ પોલીસે સંયુક્ત કામગીરી કરી : 17 કિલો માંસનો નિકાલ કર્યો
સાંજ સમાચાર

રાજકોટ. તા.29
ભૂપગઢમાંથી ગૌમાંસનો મોટો જથ્થો ઝડપાયો હતો. કૃપા ફાઉન્ડેશન અને આજીડેમ પોલીસે સંયુક્ત કામગીરી કરી 17 કિલો માંસ કબ્જે કરી તેનો નિકાલ કર્યો હતો. આજીડેમ પોલીસ મથકમાં મહિપત રાઠોડ નામના શખ્સ સામે ગુનો નોંધાયો હતો.

બનાવ અંગે રામ વન પાસે રામપાર્ક સોસાયટી શેરી નં.2 માં રહેતાં જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદવાણીયા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાપરમાં આવેલ કૃપા ફાઉન્ડેશન નામની સંસ્થાના પ્રમુખ છે. સંસ્થા પશુઓના જીવદયાનું કામકાજ અને તેઓ ગૌ-રક્ષક તરીકે પણ કામ કરે છે.

ગઈ તા.22/05 ના તેઓને બાતમી મળેલ કે, ભુપગઢના ભાડલા રોડ પર આવેલ એક મકાનમાં મહિપત ઉર્ફે મહેશ બેચરભાઈ રાઠોડ નામનો માણસ ગૌ માસનું વેચાણ કરે છે. જેથી તેઓ ભાવિનભાઈ ઘીયાડ, મયંકભાઈ રાઠોડ સાથે સ્થળ ઉપર જઈ ખાતરી કરી આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસે નોંધ કરી વેટરનીટી ડોકટરને સાથે રાખી ભુપગઢ ગામમાં મહિપત ઉર્ફે મહેશ રાઠોડના મકાનમાં તપાસ કરતાં મહિપત ઉર્ફે મહેશ હાજર મળેલ નહી અને તેમનો દિકરો ચેતન રાઠોડ હાજર મળેલ હતો.

બાદમાં ઘરમાં તપાસ કરતાં લોખંડના પાઇપ અને આડા વાસના ટુકડા બાંધેલ હોય તેના ઉપર મરેલ પશુના ચરબીના ટુકડા સુકવેલા તેમજ ઢાળીયાના ખુણામાં મૃત પશુના ચાર શીંગડા હતા. પ્રથમ ઓસરીમાં પ્રવેશ કરતા તળીયાના ભાગે મરેલા પશુના સુકા ટુકડા નીચે પાથરેલ હતા. જે ટુકડા પ્લાસ્ટીકમાં ભરાવી તેનો વજન કરતાં 11 કિલો થયેલ અને ચરબીના ટુકડાનો વજન 06 કિલો થયેલ હતો. જે કબ્જે કરી નિકાલ કરવાં તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તેમજ ગૌમાસનો બાબતે આરોપી મહિપત ઉર્ફે મહેશ રાઠોડ વિષે તેના પુત્રને પુછતા તેઓ તેમના કામ અર્થે બાવડાવદર ગામ ગયેલ છે તેમ જણાવેલ હતું. જેથી આરોપીએ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગૌવંશનુ માસ વેચાણ કરવા સારુ સંગ્રહ કરી ધાર્મીક લાગણી દુભાય તેવું કૃત્ય કર્યાની ફરીયાદ નોંધાવતા આજીડેમ પોલીસે આઈપીસી કલમ 295 (એ) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj